અમદાવાદ : શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓને અનૌપચારિક શિક્ષણ મળી રહે તેવો ઉદ્દેશથી નવા વાડજની લાયોનેસ કર્ણાવતી એમ એચ હિન્દી હાયર સેકેન્ડરી સ્કૂલ દ્વારા ગાંધીનગરના ભાટ ખાતે આવેલ બોટેનિકલ ગાર્ડન સેરેનિટી લાઈબ્રેરીનો અનોખો શૈક્ષણિક પ્રવાસ યોજાઈ ગયો, જેમાં નેચર પાર્કમાં વનસ્પતિઓ અને પ્રાણીઓનું મહત્વ સમજવવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના નવા વાડજ ખાતે આવેલ લાયોનેસ કર્ણાવતી એમ એચ હિન્દી હાયર સેકેન્ડરી સ્કૂલ શૈક્ષણિક પ્રવાસ બોટેનિકલ ગાર્ડન સેરેનિટી લાઈબ્રેરી ખાતે યોજાયો.જે અંગે માહિતી આપતા સ્કૂલના શિક્ષક પ્રવિણાબેન સોલંકીએ જણાવ્યું હતું કે બોટેનિકલ ગાર્ડન સેરેનિટી લાઈબ્રેરી એક નેચર પાર્ક છે.જેમાં વનસ્પતિઓ અને પ્રાણીઓનું અધ્યયન કરવામાં આવે છે. પ્રવાસ દરમ્યાન વિદ્યાર્થીઓએ ત્યાં અવનવાં વેલ, છોડ, વૃક્ષ, ઔષધીય છોડ જોયા અને એમનું મહત્વ જાણ્યું હતું. બટરફ્લાય ગાર્ડન, પુસ્તકાલય, એકવેરીયમ,સાંપ, વીંછીની વિવિધ પ્રજાતિઓ વિશે જાણ્યું હતું.પરાગણ અને બીજ પ્રકર્ણન લાઈવ બતાવામાં આવ્યું હતું.
તેઓએ વધુમાં જણાવ્યું હતું સેરેનિટી લાયબ્રેરી આ પ્રવાસ માટે વિદ્યાર્થીઓને લાવવા મુકવા બસની સગવડ આપે છે. કુશલ અને અનુભવી ગાઈડ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરાવીને વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવે છે. જે બદલ શાળા પરિવાર બોટેનિકલ ગાર્ડન સેરેનિટી લાઈબ્રેરીનો આભાર મને છે.