અમદાવાદ : આજે અમદાવાદમાં ટ્રાફિક પોલીસે હાથમાં બેનર લઈને ઉભી હતી અને જેને જોઈને લોકો પણ ચોંકી ગયા કારણ કે તે લોકો દંડ નથી લઈ રહયા હતા.ચાર રસ્તાઓ ઉપર આ બેનર જોઈને લોકો પણ વિચારતા થઈ ગયા હતા કે આ શુ થઈ રહ્યું છે પરંતુ પોલીસે ટ્રાફિક જાગૃતતાને લઈ એક અભિયાન કરી રહી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ આજે ટ્રાફિક પોલીસે સ્ટેડીયમ ચાર રસ્તા પાસે હાથમાં બેનરો ટ્રાફિક વિશે જાગૃતિ દર્શાવતી અલગ અલગ વસ્તુઓ લખી હતી જેમકે 3 સવારી જોખમી છે. હેલ્મેટ પેહરવું ફરજિયાત છે, સીટ બેલ્ટ વગર કાર ચલાવવી ના જોઈએ,રેડ સિંગલ નો ભંગ કરવો એ ગુનો બને છે અને ચાર રસ્તા ઉપર ગેરકાયદેસર દબાણ ઉભી કરવું એ પણ ગુનો છે જેવા લખાણો લખેલા હતા.
જોકે આ અભિયાન લોકોમાં ટ્રાફિક વિશે જાગૃતિ લાવવાનો છે અને વાહન ચાલકો આ વસ્તુ થી શુ શીખ લે છે તે પણ જોવાનું છે. જોકે ટ્રાફિક પોલીસ અલગ અલગ રીતે વાહન ચાલકો ને ટ્રાફિક વિશે જ્ઞાન આપતી હોય છે.