અમદાવાદ : આજથી એટલે 12 સપ્ટેમ્બરથી જૈન ધર્મના પયુર્ષણ પર્વ શરૂ થઈ રહ્યો છે. પયુર્ષણ પર્વ દરમિયાન કોઈપણ પ્રકારની હિંસા ન થાય તેને લઈને કતલખાના બંધ રાખવામાં આવતા હોય છે. જેના પગલે 12થી 19 સપ્ટેમ્બર સુધી અને દિગંબર જૈન સમાજના પયુર્ષણ પર્વની ધૂપ દશમ 24 સપ્ટેમ્બર તેમજ સંવત્સરી 28 સપ્ટેમ્બરના રોજ હોવાથી આ દિવસો દરમિયાન AMCના તમામ કતલખાના બંધ રહેશે.
પ્રાપ્ત વિગતો મુજબ આજથી 12 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર દરમિયાન જૈન ધર્મના મહાપર્યુષણ પર્વ પ્રસંગ તથા 24મી સપ્ટેમ્બરે દિગંબર જૈન સમાજના પર્યુષણની ધૂપ દશમ તથા 28મી સંત્વસરી હોવાથી આ તમામ દિવસો દરમિયાન AMC ના તમામ કતલખાના બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઠરાવ 24 ઓગસ્ટ 2023ના રોજ સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ કરવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરના નવા મેયરની નિમણૂક બાદ બોર્ડ પુરું થતાં સ્ટેન્ડિંગ કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે આ અગાઉ રાજ્યના મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી કે જૈન ધર્મના અતિ પવિત્ર પર્યુષણ પર્વ નિમિતે આગામી તા.12ના મંગળવારથી તા.20ના બુધવાર સુધીનું જાહેરનામું બહાર પાડ્યું છે.