Wednesday, March 4, 2026

નવું વાહન ખરીદશો તો હવે નંબર પ્લેટ સાથે જ મળશે, TC નંબર સિસ્ટમ થઈ દૂર, જાણો નવા નિયમો

spot_img
Share

અમદાવાદ : હવેથી નંબર પ્લેટ (number plate) આવ્યા બાદ જ મળશે ખરીદેલુ વાહન (Vehicle registration) તમને મળી શકશે. નવા વાહનોમાં TC નંબર સિસ્ટમ દૂર કરવામાં આવી છે. Rto પાસેથી કામ લઈને ડીલરોને સોંપાતા નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા વાહન ખરીદી ટીસી નંબર આપી વાહન આપી દેવાતા હતા. હવે વાહન રજિસ્ટ્રેશન થયા બાદ અને તમામ ટેક્સ ભર્યા બાદ સીધો નવો નંબર આપીને જ નંબર સાથે વાહન આપવામાં આવશે.

પ્રાપ્ત અહેવાલો પ્રમાણે, RTO પાસેથી કામ લઈને ડીલરને પહેલા નંબર સોંપવામાં આવતા હતા. સાથે જ RTOમાં લોકોને વાહનની નંબર પ્લેટ ફિટિંગનો ધક્કો ઊભો રહેતો હતો. હવે આ કામગીરી ડિલર્સને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવતીકાલે એટલે કે 14 સપ્ટેમ્બરથી જ આ નિયમ લાગુ કરી દેવામાં આવશે. હવે ગુજરાતમાં નવું વાહન નંબર પ્લેટ લાગ્યા બાદ જ માલિકને મળશે. હવેથી નંબર મેળવવાનું અને નંબર પ્લેટ લગાવવાનું કામ ડિલર્સ દ્વારા જ કરવામાં આવશે. વાહન ચાલકોને નંબર પ્લેટના કામો માટે RTOમાં ખાવા પડતા ધક્કાઓથી હવે મુક્તિ મળશે.

અગાઉ નંબરની ફાળવણી RTOમાં થતી હતી. હવે ડિલર્સ કક્ષાએથી જ નંબર ફાળવણીની પ્રક્રિયા કરવામાં આવશે જેથી નંબર ફાળવણી માટેની RTOની કામગીરી ઝડપી બનશે તેવો અંદાજ છે. RTO હવે દસ્તાવેજોની ચકાસણી તથા કાયદા પ્રમાણે થતી ફી અને ટેક્સ ભર્યા છે કે નહીં તે કામગીરી વધારે ક્ષમતાથી કરી શકશે. હવે તમે જે શોરૂમથી વાહન ખરીદશો ત્યાં જ નંબર પ્લેટ પણ લગાવી અપાશે. નંબર પ્લેટ વગર વાહન રોડ પર ફેરવી શકાશે જ નહીં.જો નંબર પ્લેટ વગરનું નવું વાહન બહાર ફરતું મળશે તો ડિલર પર પણ કાર્યવાહી થઈ શકે છે. તેવી તાકીદ પણ કરાઈ છે. જેમાં સસ્પેન્શનથી લઈ ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હશે તો ફરિયાદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે.

જોકે બીજી તરફ વાહનોના ડિલરોએ નવી પદ્ધતિનો વિરોધ કર્યો છે. થોડા દિવસ અગાઉ જ ડિલર એસોશિએશન દ્વારા આ નિયમના વિરોધમાં પિટિશન ફાઇલ કરવામાં આવી છે. ત્યારે હવે નવી જાહેરાત અને આવતી કાલથી લાગુ થનારા નવા નિયમથી ડિલરો અળગા રહી શકે છે. ડીલર એસોસિએશન દ્વારા આગામી સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...