અમદાવાદ : ગુજરાતના ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી સ્કૂલોમાં ફરજીયાત શિક્ષણ અધિનિયમ એટલે કે RTE મુજબ પ્રવેશ આપવા માટેની પ્રક્રિયા 25મી જૂનથી શરૂ થશે અને 5મી જુલાઈ સુધી ચાલશે. RTE હેઠળ શાળાઓમાં બાળકોના પ્રવેશ માટેની પ્રક્રિયા 30 માર્ચથી 11 એપ્રિલ સુધી ચાલશે. જેમાં અરજી સાથે તમામ ડોકયુમેન્ટ માત્ર ઓનલાઇન અપલોડ કરવાના રહેશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ 21 માર્ચના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત આપવામાં આવશે. તથા 29 માર્ચ દરમિયાન ઓનલાઇન ફોર્મ ભરવા જરૂરી ડોકયુમેન્ટ એકઠા કરવા વાલીઓને સમય અપાશે. ત્યારબાદ 30 માર્ચથી 11 એપ્રિલ સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. જે બાદ સંભવિત રીતે 26 માર્ચ પ્રથમ પ્રવેશ પ્રક્રિયાનો રાઉન્ડ જાહેર કરવામાં આવશે.