અમદાવાદ : પાટીદાર અનામનત આંદોલન સમયે પાટીદારો પર થયેલા કેસોને લઇ રાજ્ય સરકારે એક નિર્ણય લીધો છે. જેમા સરકારે તોફાનોના 10 કેસ પરત ખેંચ્યા છે. આ સાથે જ હાર્દિક પટેલ સામેના કેસને પરત ખેંચવાની કામગીરી પણ ચાલી રહી છે. હાર્દિક પટેલના 2 કેસ પરત ખેંચવા મુદ્દે કાર્યવાહી શરૂ કરાઈ છે.
કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલ સામેના 2 કેસો પણ પરત ખેચવામાં આવશે. આ મામલે 15 એપ્રિલે સુનાવણી હાથ ધરવામાં આવશે. હાર્દિક પટેલ સામે કૃષ્ણનગરમાં બે કેસ નોંધાયા છે. આ ઉપરાંત નરોડામાં 1, રામોલમાં 1, બાપુનગરમાં 1 ,ક્રાઈમ બ્રાંચમાં 1, અમદાવાદ રેલ્વેમાં 1, સાબરમતીમાં 1, નવરંગપુરામાં 1 અને શહેર કોટડામાં એક કેસ પરત ખેંચવામાં આવશે.