અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસ બેડામાં આંતરિક બદલીનો દૌર શરૂ થયો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે શહેરના કેટલાક પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરી છે. શહેરના 5 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. વહીવટી કારણોસર આ બદલી કરવામાં આવી છે.
તાજેતરમાં મહિલા વકીલ સાથે ઘર્ષણમાં આવેલા બાપુનગર પોલીસ સ્ટેશનના સ્ટાફ બાદ PIની પણ બદલી કરી નાખવામાં આવી છે. બીજી તરફ ATSમાંથી બદલી થયેલા સી.આર. જાદવને ક્રાઇમ બ્રાન્ચમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત લાંબા સમયથી લીવ રિઝર્વમાં રહેલા PIને સ્વતંત્ર પોલીસ સ્ટેશન ફાળવવામાં આવ્યા છે.
નીચેના પોલીસ સ્ટેશનના PIની બદલી કરવામાં આવી છે
નામ | ક્યાં ફરજ બજાવતા હતા? | ક્યાં બદલી કરવામાં આવી? |
એસ.એન. પટેલ | લીવ રિઝર્વ કંટ્રોલ | બાપુનગર – I |
વી.એસ. વણઝારા | લીવ રિઝર્વ કંટ્રોલ | ગોમતીપુર – I |
એમ.સી. ચૌધરી | લીવ રિઝર્વ કંટ્રોલ | SOG |
કે.એ. ગઢવી | લીવ રિઝર્વ કંટ્રોલ | રાણીપ |
આર.એમ. ઝાલા | લીવ રિઝર્વ કંટ્રોલ | નારોલ |
સી.આર. જાદવ | લીવ રિઝર્વ કંટ્રોલ | ક્રાઇમ શાખા |
એચ.સી. ઝાલા | લીવ રિઝર્વ કંટ્રોલ | કાગડાપીઠ – I |
એ.પી. ગઢવી | બાપુનગર – I | વિશેષ શાખા |
જે.કે. રાઠોડ | ગોમતીપુર – I | વિશેષ શાખા |
એ.જે. પાંડવ | કાગડાપીઠ – I | ટ્રાફિક ‘કે’ પો.સ્ટે. |
પી.એ. વળવી | દરિયાપુર – II | ટ્રાફિક ‘એલ’ પો. સ્ટે |
જે.બી. ખાંભલા | રાણીપ | SOG |
એન.એલ. દેસાઈ | EOW | ક્રાઇમ શાખા |