અમદાવાદ : 11 દિવસ સુધી ચાલતાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે અને અમદાવાદમાં ધૂમધામથી ગણેશ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. પહેલા દિવસે ગણપતિની પૂજા અને સ્થાપના કરવામાં આવે છે. દરરોજ 10 દિવસ સુધી વિધિ વિધાનની સાથે ગજાનંદની પૂજા કરવામાં આવે છે. આ વખતે 28 સપ્ટેમ્બર 2023માં અનંત ચતુર્દશીનાં દિવસે ગણપતિનું વિસર્જન થશે.
સમગ્ર અમદાવાદમાં અલગ-અલગ સ્થળે અલગ અલગ થીમ પર ગણેશ પંડાલ બનાવવામાં આવ્યા છે. ત્યારે આજે અમે તમને અમદાવાદના એવા ગણપતિ પંડાલ વિશે જણાવશું જ્યાં તમે બાપ્પાના અનોખા દર્શન કરી શકો છો. અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં ઓઝોન આંગન સામે આવેલ મહાભારતની થીમ પર ગણેશ પંડાલ બનાવવામાં આવ્યો છે. બપ્પાનું 10 દિવસ પૂજા કર્યા બાદ વિસર્જન કરવામાં આવશે.