અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IND vs PAK મેચ વચ્ચે મેચમાં સાંજે 5 વાગ્યા સુધી 300 લોકોને ઈમરજન્સીમાં સારવાર આપવી પડી હતી. જેમાં 108ની ટીમે શાનદાર કામગીરી કરી હતી. મોટાભાગની આ ઈમરજન્સીમાં લોકો બેભાન થઈ ગયા હતા અને ચક્કર આવી ગયા હતા. નોંધનીય છે કે આ વિકનેસના કારણે થયું હતું અથવા તો ઘણા લોકોને માથામાં દુખાવો ઉપડ્યો હતો. આનાથી ટોટલ 10 દર્દીઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવા પડે એવી નોબત આવી હતી. ઉલ્લેખનીય છે કે હાલ તેમની સ્થિતિ સ્થિર છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IND vs PAK મેચમાં ભારે ક્રાઉડને કારણે ઈમરજન્સીમાં લોકો બેભાન થઈ ગયા હતા અને ચક્કર આવી ગયા હતા.નોંધનીય છે કે આ વિકનેસના કારણે થયું હતું અથવા તો ઘણા લોકોને માથામાં દુખાવો ઉપડ્યો હતો.સાંજે 5 વાગ્યા સુધી 300 લોકોને ઈમરજન્સીમાં સારવાર આપવી પડી હતી. જેમાં 108ની ટીમે શાનદાર કામગીરી કરી હતી. આનાથી ટોટલ 10 દર્દીઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવા પડે એવી નોબત આવી હતી. ઉલ્લેખનીય છે કે હાલ તેમની સ્થિતિ સ્થિર છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની રસાકસી ભરી મેચમાં ફેન્સનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દૂર દૂર સુધી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માત્ર ભારતીય ધ્વજ અને ટીશર્ટ જોવા મળી રહી હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની ટીશર્ટનું ધૂમ વેચાણ થયું હતું. બીજી બાજુ જોઈએ તો બેંગ્લોર, પૂણે, મુંબઈ, ઉત્તરાખંડ અને પંજાબથી દર્શકો અહીં મેદાનમાં મેચ જોવા પહોંચી ગયા હતા. તેઓ ટીમ ઈન્ડિયાને ચીયર કરવા માટે પોતાનું બેસ્ટ આપી રહ્યા હતા.