અમદાવાદ : આગામી તા1 લી એપ્રિલથી અમદાવાદમાં એએમટીએસ દ્વારા લોકો માટે ફ્રી બસ પાસ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેનો લાભ શહેરના વરિષ્ઠ નાગરિકો, મ્યુનિસિપલની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ, કોરોનાકાળ દરમિયાન શાળામાં ભણતા જે બાળકના વાલીઓ મૃત્યુ પામ્યા હોય તેવા વિદ્યાર્થીઓ આ સેવાનો લાભ લઈ શકશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ એએમટીએસ દ્વારા જે જાહેરાત બહાર પાડવામાં આવી છે તેના મુજબ 65 વર્ષથી ઉપરના તમામ સિનીયર સીટીઝનનો ફ્રી બસ પાસ દ્વારા ફ્રીમાં મુસાફરી કરી શકશે. જ્યારે મ્યુનિસિપલ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓને શાળામાં આવવા-જવા માટે ફ્રી બસ પાસની સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉપરાંત કોરોનાકાળ દરમિયાન શાળામાં ભણતા જે બાળકના વાલીઓ મૃત્યુ પામેલ હોય તેવા વિદ્યાર્થીઓ માટે એક વર્ષ માટે ફ્રી બસ પાસ ઉપલબ્ધ કરાવવામાં આવશે.