અમદાવાદ : ગઈકાલે અમદાવાદ શહેરના સૌથી લોકપ્રિય પિકનિક સ્પોટ એવા સાબરમતિ રિવરફ્રન્ટ ફાયરિંગથી ધણધણી ઉઠ્યો હતો. રિવરફ્રન્ટમાં ગોળી મારીને ચાંદલોડીયાના સ્મિત ગોહિલની હત્યા કરવામાં આવી હતી. ફાયરીંગ વીથ મર્ડરની ઘટના સામે આવતા અમદાવાદ પોલીસ દોડતી થઈ હતી. ત્યારે આ કેસમાં હવે નવો ખુલાસો થયો છે. એક રિપોર્ટ મુજબ રિવરફ્રન્ટ પર જે સ્મિત ગોહિલની હત્યા થઈ, તેના મિત્રની સળગાયેલી હાલતમાં લાશ મળી આવી છે. બંને મિત્રોની એકસાથે હત્યા કરાઈ છે. ત્યારે અમદાવાદ પોલીસ હવે એક સાથે બે હત્યાનું પગેરું શોધવામાં સક્રિય બની છે.
રિવફ્રન્ટ ફાયરિંગ વિથ મર્ડર કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. જેમાં સ્મિત ગોહિલના મિત્રની પણ હત્યા કરવામાં આવી. વિરમગામમાં સળગાયેલી હાલતમાં જે મૃતદેહ મળ્યો હતો તે સ્મિતનો મિત્ર હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રિસાઈને ગયેલા મિત્રને શોધવા ગયેલા સ્મિતની પણ ગોળી મારીને કરાઈ હત્યા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સ્મિતની હત્યાનું રહસ્ય વધ્યું છે. આ બન્ને મિત્રોની હત્યા પાછળ શું કોઈ મોટું કારણ જવાબદાર છે? આ મામલે અમદાવાદ પોલીસ અને ક્રાઈમબ્રાન્ચે તપાસ શરૂ કરી હતી.
રવિન્દ્ર લુહાર અને સ્મિત ગોહિલ બંને મિત્રો હતા, ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર લુહારની હત્યામાં સ્મિત સહીત અન્ય એક મિત્રની સંડોવણીની શંકા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ રવિન્દ્ર લુહારની હત્યા રૂપિયાની લેતીદેતીમાં થઈ હોવાનું અનુમાન હાલ પોલીસ લગાવી રહી છે. રવિન્દ્રની હત્યા છરી અને ગોળી મારી હત્યા થઇ હતી, ત્યાર બાદ તેનો મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવ્યો હતો.