અમદાવાદ : નકલી ઘી, નકલી પનીર બાદ હવે ડ્રાયફુટમાં ઇયળ નીકળવાની ઘટના અમદાવાદમાં સામે આવી છે. શહેરનાં બોપલ વિસ્તારમાં રહેતા એક પરિવારને કડવો અનુભવ થયો છે. બોપલ સ્થિત શાલિગ્રામ શોપિંગ સેન્ટરમાં આવેલી માધવ ડ્રાયફ્રૂટ દુકાનમાંથી એક ગ્રાહકે કાજુ લીધા હતા. જે બાદ ઘરે જઈને પેકેટ ખોલતા તેમાંથી ઈયળ નીકળી હતી. સમગ્ર વિવાદ AMC સુધી પહોંચતા આરોગ્ય વિભાગે કાર્યવાહી શરુ કરી છે.
અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી માધવ ડ્રાયફ્રૂટ્સના નામની દુકાનમાંથી મહેશભાઈ પટેલે ડ્રાયફ્રૂટ્સ ખરીદ્યા હતા. આ બાદ ગ્રાહકે ઘરે જઈને કાજુ જોયા તો અંદર ઈયળ ફરતી હતી. જેથી તેઓ ફરી માધવ ડ્રાયફ્રૂટ્સમાં ગયા હતા અને ત્યાં જે બરણીમાંથી કાજુ આપવામાં આવ્યા, તેમાં તપાસ કરતા અંદર બરણીમાં પણ ઈયળ અને જીવડા ભરતા હતા. દુકાનમાં જે બદામ હતી તે પણ અખાદ્ય નીકળતા દુકાનદાર દ્વારા અખાદ્ય વસ્તુ આપતા ફૂડ ગ્રાહકે AMC ના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી.
આ મામલે ગ્રાહકે ફરિયાદ કરતા AMC ના ફૂડ વિભાગની ટીમે દુકાનમાં ચેકિંગ કરી અને સેમ્પલ લેવાની પ્રક્રિયા કરી હતી.સમગ્ર વિવાદ AMC સુધી પહોંચતા આરોગ્ય વિભાગે કાર્યવાહી શરુ કરી છે. જોકે, આ કેસમાં દુકાનદારે ભુલ સ્વીકારી રૂપિયા પરત કર્યા હતા.