અમદાવાદ : એક બાજુ દિવાળીના તહેવારના પગલે બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ટ્રાફિકથી ધમધમતા વિસ્તાર પૈકી એક નારણપુરામાં મિરાંબીકા સ્કૂલ પાસે ચિલઝડપનો બનાવ સામે આવ્યો છે. પોલીસે આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં મહિલા સાથે ચિલઝડપની ઘટના સામે આવી. જેમાં નારણપુરાના યુનિક એપાર્ટમેન્ટમાં રહેતા સોનલબેન પટેલ પોતાના બેંકના લોકરમાં સોનાની લગડી અને રોકડ મુકવા જઈ રહ્યા હતા.ત્યારે ટુ વહિલર પર આવેલા લૂંટારાએ તેમના હાથમાંથી બેગની ચિલ ઝડપ કરી દીધી. બેગમાં રૂ.2.50 લાખની રોકડ અને સોનાની લગડીઓ મળી કુલ 10.76 લાખ હતા. જે ઘટનાના CCTV માં આરોપી કેદ થયો. નારણપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી.
આ ઘટનાને લઈને જુદા જુદા વિસ્તારમાં પોલીસે નાકાબંધી કરીને જુદી જુદી ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી. પરંતુ પોલીસને શંકા છે કે લોકલ લુટારુ ટોળકી હોઇ શકે છે.