અમદાવાદ : અમદાવાદ શહેરને વધુ એક બ્રિજ મળશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ફેઝ-2 યોજના હેઠળ નદીના પશ્ચિમ કાંઠે ટોરેન્ટ પાવર હાઉસથી પૂર્વકાંઠના કેમ્પ સદર બજાર વચ્ચે નવી ટેક્નોલોજીથી ‘રબર બેરેજ કમ બ્રિજ’ બનાવાશે. અમદાવાદનો આ પહેલો ‘રબર બેરેજ કમ બ્રિજ’ હશે જે 12થી 15 દિવસ પૂરું પાડી શકાય તેટલા પાણીનો સંગ્રહ કરી શકશે. રિવરફ્રન્ટ પર આ પહેલો એવો બ્રિજ હશે જે પૂર્વ-પશ્ચિમ છેડાને વાહનથી પણ જોડશે.
મીડિયા રિપોર્ટ મુજબ અમદાવાદમાં સાબરમતી નદી પર અચેર કેમ્પથી સદર બજાર વચ્ચે ‘રબર બેરેજ કમ બ્રિજ’ બનશે. જે પશ્ચિમ તરફ ટોરેન્ટ પાવર સ્ટેશનથી પૂર્વમાં કેમ્પ સદર બજારના બંન્ને રસ્તાઓને જોડશે. જેથી ચાંદખેડા, સાબરમતી, મોટેરા, હાંસોલ તથા એરપોર્ટ સાથે સીધી કનેક્ટીવીટી મળશે. આ બ્રિજ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત બનાવાશે.અમદાવાદનો આ પહેલો ‘રબર બેરેજ કમ બ્રિજ’ હશે જે 12થી 15 દિવસ પૂરું પાડી શકાય તેટલા પાણીનો સંગ્રહ કરી શકશે.રિવરફ્રન્ટ પર આ પહેલો એવો બ્રિજ હશે જે પૂર્વ-પશ્ચિમ છેડાને વાહનથી પણ જોડશે.આ બ્રિજ એક નહીં, બે કામ કરશે. એક તો ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને બીજું નદીમાં પાણીનો જથ્થો રોકી શકાશે.
‘રબર બેરેજ કમ બ્રિજ’ માટે અનોખી ડિઝાઇન તૈયાર કરાશે, જે અમદાવાદ માટે એક નવી ઓળખ ઉભી કરશે. મહત્વનું છે, ગુજરાતમાં નદીના પાણીને રોકી શકે તેવો રબર સંચાલિત કોઇ પણ બ્રિજ હજી સુધી બન્યો નથી. આ બ્રિજની વિશેષતા છે, કે તે નદીમાં પાણી રોકી રાખશે. જરૂરિયાતના સમયે આ રબર સામાન્ય સ્થિતિમાં આવી જતા નદીના લેવલે આવી જશે. જેથી પૂરના સમયે અથવા વહેતા પાણીમાં અવરોધ રૂપ નહીં બને.
તમને જણાવી દઈએ કે પાવર હાઉસથી સદર બજારને જોડતો આ રબર બેરેજ કમ બ્રિજ બન્યા બાદ પશ્ચિમ અમદાવાદના નાગરિકોને એરપોર્ટ જવા માટે શાહીબાગ ડફનાળા સુધી જવું નહીં પડે. આ રબર બેરેજ કમ બ્રિજ બનવાના લીધે અમદાવાદના નાગરિકોને એરપોર્ટ જવા માટે પૂર્વ વિસ્તારના ગીચ રસ્તા પરથી પસાર નહીં થવું પડે. આ સિવાય શહેરમાં પાણીની તંગી પણ નહીં પડે કેમ કે, અહીં રો વોટરનો સંગ્રહ કરવામાં આવશે. આમ અમદાવાદ રિવરફ્રન્ટની સાથે-સાથે જ તેનો વિકાસ કરવામાં આવશે. આગામી પાંચ વર્ષમાં તેનું આયોજન પાર પડે તેમ માનવામાં આવે છે.