અમદાવાદ : અમદાવાદમાં World Cup 2023ની ફાઇનલને લઈને AMTS અને BRTS વધારાની બસો દોડાવવાનું છે. સામાન્ય રીતે રાત્રે દસ વાગે બંધ થઈ જતી AMTS-BRTS રવિવારે ફાઇનલના દિવસે રાત્રે એક વાગ્યા સુધી જારી રહેશે. AMTS 119 અને BRTS 91 વધારાની બસ દોડાવશે. આમ પરિવહનના ત્રણ માધ્યમોએ આવતીકાલે સવા લાખથી વધારે ભીડનું સંચાલન કરવાનું રહેશે.
અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા ભારત-ઑસ્ટ્રેલિયાની વર્લ્ડકપની ફાઇનલ મેચને લઈ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. AMTS અને BRTSની બસો પણ સવારે 6 વાગ્યાથી લઈ રાત્રે 1 વાગ્યાથી દોડશે. જેમાં BRTS 91 બસો તથા AMTS દ્વારા 119 બસો વિવિધ રૂટ પર દોડશે. આ સાથે AMTS દ્વારા ચાંદખેડા રૂટ પર 50થી વધારે બસો દોડાવાશે. ભારત-ઑસ્ટ્રેલિયાની વર્લ્ડકપની ફાઇનલ મેચને લઈ દોડાવવામાં આવનાર આ વધારાની 50 બસ પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના 5 વિસ્તાર માટે દોડશે. BRTS દ્વારા પણ વર્લ્ડકપને લઇ વધારાની 42 બસો દોડાવાશે. આ સાથે સવારે 8 થી રાત્રે 1 કલાક સુધી AMTS અને BRTSની બસો દોડશે. વિગતો મુજબ AMTSમાં મુસાફરી માટે ફક્ત 20 રૂપિયા જ ભાડું ચૂકવવાનું રહેશે.
તેથી સ્ટેડિયમ જવા માંગતા મુસાફરોએ 20 રૂપિયાની ટિકિટ લેવાની રહેશે. જો કે આ ભાડું એકતરફનું રહેશે. જ્યારે અમદાવાદ મેટ્રો પણ રાતના દસ વાગ્યાના બદલે એક વાગ્યા સુધી ચાલુ રહેશે. તે પણ તેનું નિયત ભાડુ રહેશે. જો કે આ વખતે તે મેચના દિવસ માટે દરરોજની જેમ ટોકન ટિકિટ આપવા ઉપરાંત ધસારાને ધ્યાનમાં રાખીને પેપર ટિકિટ પણ આપશે, જેથી ટિકિટ બારી પર ગ્રાહકોની ભીડ જમા ન થાય.