અમદાવાદ : અમદાવાદનાં રીંગ રોડ પર ફરી એક વખત પોલીસે દિલ્હીથી મેચ દેખવા આવેલ યુવકનો 20 હજારનો તોડ મામલે પોલીસ અને TRB જવાનો સામે તવાઇ બોલાવવામાં આવી છે. ટ્રાફિક DCP સફીન હસને તપાસ બાદ 10 તોડબાજ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં હડકંપ મચ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ દિલ્હીથી આવેલા કાનવ માનચંદા નામના યુવક પાસેથી પોલીસે 20 હજારનો તોડ કર્યો હતો. આ સમગ્ર તોડકાંડ મીડિયામાં આવ્યા બાદ અમદાવાદ પોલીસ એક્શનમાં આવી હતી અને આ સમગ્ર મામલે ACPને તપાસ સોંપવામાં આવી હતી. જેમાં ટ્રાફિક વિભાગની તપાસમાં 3 ટ્રાફિક પોલીસ કર્મી અને 7 TRB એમ કુલ 10 જવાનની સંડોવણી ખૂલી છે. જે બાદ તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે આ કેસમાં ફરિયાદીએ કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ પોલીસે સામે ચાલીને તોડબાજ પોલીસ કર્મીઓ પર કાર્યવાહી કરી છે.
DCP સફીન હસને જણાવ્યું કે દિલ્હીના કાનવ માનચંદા નામના યુવક દ્વારા જે આક્ષેપો કરાયા છે તેની ફરિયાદ લેવા માટે પોલીસની ખાસ ટીમ દિલ્હી મોકલવામાં આવી છે. પોલીસની તપાસમાં રોયલ મોબાઇલ એસેસરીઝના માલિકના એકાઉન્ટમાં ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું ખૂલ્યું છે. સસ્પેન્ડેડ પોલીસ કર્મીઓ તેમજ TRB જવાનોનો ગુનાહિત ભૂતકાળ પણ તપાસવામાં આવશે તેમ DCPએ જણાવ્યું હતું.
સસ્પેન્ડ કરવામાં આવેલા પોલીસકર્મી
મહાવીરસિંહ બહાદુરસિંહ
વિપુલ સિંહ રામસિંહ
તુષાર ભરત સિંહ
TRB જવાન
જયેશ માનીચંદ્ર
ભાટી નિતેશ
ઝાલા પ્રકાશસિંહ
રાઠોડ યુવરાજસિંહ
પરમાર વિજય ગીરીશભાઈ
ગૌતમ ધનજીભાઈ
કુશહવા અભિષેક