26.8 C
Gujarat
Sunday, July 6, 2025

અમદાવાદના યુવકનું સીમકાર્ડ બંધ થયું અને 80 લાખ ગાયબ…ઠગ પુનાથી ઝડપાયો

Share

અમદાવાદ : અમદાવાદમાં વધુ એક સીમકાર્ડ સ્વેપિંગ કરીને ઠગાઈનો કિસ્સો સામે આવતા પોલીસ દોડતી થઈ છે. સાયબર ક્રાઇમ પોલીસે રૂ 80 લાખની છેતરપીંડી કેસમાં મહારાષ્ટ્રના પુનાથી એક આરોપીને ઉઠાવી લીધો છે. આ ઠગાઈ કેસમાં સાયબર ક્રાઇમે રૂ 50 લાખ ભોગ બનનારને પરત આપ્યા છે. હાલ પોલીસે આરોપી ગૌતમ ગોપાલચંદ્ર મુખરજીને દબોચી લીધો છે. જેને સીમકાર્ડ સ્વેપિંગ કરીને રૂ 80 લાખની છેતરપીંડી કરી હોવાનું બહાર આવ્યું છે.

ઘટનાની વાત કરીએ તો અમદાવાદના એક યુવકનું વિટ્રાગ ફોમ પ્રા.લી કંપની નામથી બેંક ઓફ બરોડાનું એકાઉન્ટ હતું. જેમાં વોડાફોન કંપનીના મોબાઈલ નંબર રજીસ્ટર કર્યો હતો. આરોપીએ 30 મેના રોજ આ નંબરનું સીમકાર્ડ સ્વેપ કરીને બેંક એકાઉન્ટમાંથી રૂ 80 લાખનું ટ્રાન્જેક્શન કર્યું. વેપારીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી ગૌતમ ગોપાલચંદ્ર મુખરજી છે. જેણે સીમકાર્ડ સ્વેપિંગ કરીને રૂપિયા 80 લાખની છેતરપિંડી કરી છે. સાયબર ક્રાઇમે મહારાષ્ટ્રના પુનાથી આરોપીની ધરપકડ કરી છે.

આરોપી હાલમાં મહારાષ્ટ્રમાં પૂનામાં આવેલી Incedo technology Solution Ltd. કંપનીમાં ફલોર એકઝીકયુટીવ તરીકે નોકરી કરે છે, આ આરોપી ઠગાઈ કેસમાં માસ્ટર માઈન્ડ છે. જેને પોતાના સાગરીત સાથે મળીને અમદાવાદના યુવકનું કંપનીના રજીસ્ટર સીમકાર્ડ ઓનલાઇન સીમસ્વેપ કરવા વોડાફોન કંપનીમા કોલ કરી આ સીમકાર્ડ ટેમ્પરરી બંધ કરાવ્યું હતું. અને ત્યાર બાદ કંપનીના બેંક એકાઉન્ટ સાથે રજીસ્ટર સીમકાર્ડ આધારે ઓનલાઇન ટ્રાન્જેક્શન કરીને પોતાના રાંચીના એચએફડીસી એકાઉન્ટમાં રૂ 38 લાખ ટ્રાન્સફર કર્યા હતા. અને ત્યાર બાદ wazirx કંપનીમા નાખી USD ખરીદ કરવા ટ્રાન્સફર કરેલા હતા. જ્યારે ICICI બેંકના એકાઉન્ટ માં રૂ 41.70 લાખ ટ્રાન્સફર કરીને 80 લાખની ઠગાઈ કરી હતી.

પકડાયેલા આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે..અને તેને આ પ્રકારે અનેક ગુના આચર્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. સાયબર ક્રાઇમે 80 લાખની ઠગાઈ કેસમાં સતર્કતા દાખવીને 50 લાખ ફ્રીઝ કરીને ફરિયાદી યુવકને પરત કર્યા છે. જ્યારે સિમ સ્વેપિંગ કેસમાં વોડાફોન કંપનીના કોઈ કર્મચારી ઓની સંડોવણી છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત આ ગેંગના અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles