અમદાવાદ: અમદાવાદ શહેરમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના શિવરંજની વિસ્તારમાં અકસ્માતની ઘટના બની છે. જેમાં ખાનગી બસ ચાલકે બાઇકચાલકને અડફેટે લીધા હતા. જેમાં ગંભીર ઈજાઓ થતા યુવતીનું મોત નિપજ્યું હતું.ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. જ્યારે પોલીસે ખાનગી બસ ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના શિવરંજની પાસે આજે બપોરના સમયે યુવક યુવતી બાઈક પર પસાર થઇ રહ્યા હતા. જે દરમિયાન શિવરંજની પાસે એક ખાનગી બસે આ બાઇકને ટક્કર મારી હતી. ખાનગી બસની ટક્કર વાગતા યુવક યુવતી નીચે પટકાયા હતા.રોડ પર પટકાતા યુવતી બસ નીચે આવી ગઈ હતી અને ગંભીર ઈજાઓ પહોંચતા યુવતીનું મોત નીપજ્યું હતું.ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.
અકસ્માત થયો હોવા અંગેની જાણ 108ની ટીમ અને પોલીસને કરવામાં આવી હતી.સ્થળ પાર પહોંચી પોલીસે ખાનગી બસ ચાલકની અટકાયત કરી હતી, તેમજ યુવતીનો મૃતદેહ પીએમ અર્થે હોસ્પીટલ ખસેડ્યો હતો.અકસ્માતના પગલે થોડો સમય ટ્રાફિક જમણી સ્થિતિ સર્જાઈ હતી.પોલીસે બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે.
તમને જણાવી દઈએ કે બાઈક પર રહેલા યુગલ લગ્નના બંધનમાં જોડાવાના હતા. લગ્ન પહેલા જ યુવતીનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. બસ પૂરઝડપે હંકારી બાઈકને અડફેડે લેતા યુવતીનું મોત નિપજ્યું હતું.