અમદાવાદ : શહેરમાં મ્યુનિસિપલ ટેક્ષ ખાતાનો ફફડાટ ચારેકોર થઈ રહ્યો છે. કોર્પોરેશનના ટેક્સ વિભાગે બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે શુક્રવારે એક જ દિવસમાં 2574 મિલકત સીલ કરાઈ હતી. બાકી ટેક્સ પર વ્યાજ માફીની યોજના છતાં ટેક્સ નહીં ભરનારા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. હજુ પણ આ ઝુંબેશ ચાલુ રહેશે.
પ્રાપ્ત વિગતો મુજબ ઘણાં વર્ષોથી મિલ્કત વેરો નથી ભર્યો આવાં બાકી ડિફોલ્ટરો સામે ટેક્સ વસૂલવા માટે સિલ ઝૂંબેશની કામગીરી કરવામાં આવી છે. જે અનુસંધાને મિલકતોના ટેક્સની વસૂલાત કરવા માટે પશ્વિમ ઝોનના ટેક્સ ખાતા દ્વારા 337 મિલકતોને સિલ કરવામાં આવી હતી. જ્યારે 90 લાખ જેટલી આવક પણ ડિસેમ્બર મહિનાના પહેલા દિવસે કોર્પોરેશનને થઈ હતી.જયારે ઉ.પશ્ચિમ ઝોનમાં ટાઇટેનિયમ સ્ક્વેર, વર્લ્ડ મેટ્રો ઓર્કિડ મોલ, ટાઇમ્સ સ્ક્વેર સહિત 365 એકમ જ્યારે દક્ષિણ ઝોનમાં દેવઓરમ, વિવાન સ્ક્વેર, સેલિબ્રેશન સિટી સેન્ટર સહિત 254 એકમ જ્યારે પૂર્વ ઝોનમાં મુક્તિધામ એસ્ટેટ સહિત 350 મિલકતો સીલ કરાઈ હતી.
પશ્વિમ ઝોનમાં આ મિલકતોને સિલ કરવામાં આવી
અશરફ પાર્ક, વાસણા, અશ્વમેઘ એલિગન્સ આંબાવાડી શેફાલી સેન્ટર, પાલડી
એમ્પાયર ટાવર, રત્નમ કોમ્પલેક્ષ, ગોકુલ કોમ્પલેક્ષ, વોલ સ્ટ્રીટ 1 દેવાશિષ કોમ્પલેક્ષ, એલિસબ્રિજ
સ્વપનીલ યુનિવર્સિટી પ્લાઝા, કોર્પોરેટ પાર્ક, નેશનલ ચેમ્બર્સ, નવરંગપુરા
યજ્ઞેશ શોપિંગ સેન્ટર, રન્ના પાર્ક, કર્ણાવતી એપાર્ટમેન્ટ, નારણપૂરા
શિવ ટાવર, કાવેરી કોમ્પલેક્ષ, જૂના વાડજ, આઈ શ્રી ખોડિયાર કોમ્પલેક્ષ, રામનગર
સેતુ સ્કેવર, પુરુષોત્તમ પાર્ક, ચાંદખેડા, પાર્ક શુકન મોલ, વિઠ્ઠલ મોલ, મોટેરા
મેગ્નેટ સ્કવેર, શાંતિદિપ -2. ન્યુ રાણીપ, શિવદર્શન, રાણીપ
આગામી દિવસોમાં પણ મિલકત વેરાની વસૂલાતની તથા સિલિંગ કરવાની કામગીરીને વધુ સઘન ઝૂંબેશ રુપે હાથ ધરવામાં આવશે. આ સિવાય શહેરનાં પૂર્વ ઝોન ઉત્તર ઝોન તથા દક્ષિણ ઝોનમાં પણ સિલિંગની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અલગ અલગ સ્થળ પર બાકી લેણાં ઉઘરાવવામાં આવ્યા છે. આગામી સમયમાં આ ઝૂંબેશ વધુ સઘન બનાવવા માટે વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે.