અમદાવાદ : અમદાવાદમાં નિલકંઠ ટ્રેડર્સના માલિક જતિન શાહએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. તેમણે નારોલમાં રહેણાંક મકાનમાં જ આપઘાત કર્યો છે. જતિન શાહ અંબાજી પ્રસાદના ઘીમાં ભેળસેળ કેસમાં આરોપી હતા. જતિન શાહની પેઢીમાંથી ડુપ્લીકેટ ઘી મોકલાયું હતું. અત્રે જણાવીએ કે, અંબાજી પ્રસાદ મામલે જતિન શાહની પોલીસે ધરપકડ કરી હતી
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં આવેલી નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે આપઘાત કર્યો છે. નારોલ વિસ્તારમાં આવેલા પોતાના રહેણાંક મકાનમાં જતીન શાહે આપઘાત કર્યો છે. આ જતીન શાહ અંબાજી મંદિર પ્રસાદના નકલી ઘી કેસમાં આરોપી છે. જતીન શાહની પેઢીમાંથી નકલી ઘી મોકલવામાં આવ્યું હતું. પોલીસે આ કેસમાં જતીન શાહની ધરપકડ પણ કરી હતી.
નિલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે આપઘાત કેમ કર્યો તેની માહિતી સામે આવી નથી. હાલ તો આ મામલે સ્થાનિક પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ શરૂ કરી છે.