અમદાવાદ : અમદાવાદમાં સફાઈ મામલે મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને જાહેર રોડ પર કચરો ફેકનાર લોકો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે જાહેરમાં ગંદકી કરનારની દુકાનને સીલ કરી દંડની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે ખુદ AMC કમિશનરે રાઉન્ડ લઇને રોડ પર સફાઈ માટે અધિકારીઓને સૂચના પણ આપી છે. ત્યારે AMC ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગત મંગળવારે AMCએ આજે 16 દુકાનોને સીલ કરી દીધી છે. જાહેર રોડ ઉપર ગંદકી, કચરો ફેંકનાર, શાકભાજી વેચતા ફેરિયા, પાનના ગલ્લા ચાની કીટલીઓ વગેરે પર પેપર કપનો વપરાશ, પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ ઉત્પાદન અને સંગ્રહ વગેરે કરનારા લોકો સામે કડક કાર્યવાહી થઈ રહી છે. ત્યારે પૂર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર રોડ ઉપર ગંદકી કરનાર પાન પાર્લર, ટી સ્ટોલ અને દુકાનો સહિત કુલ 16 જેટલા એકમો સીલ કરવામાં આવ્યા છે.124 એકમોને તપાસીને નોટિસ આપવામાં આવી હતી. રૂ.77500નો દંડ વસૂલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.બીજી તરફ ઉત્તર પશ્વિમ ઝોનમાં 855 જેટલી નોટિસ આપીને 10 લાખ 16 હજાર 450 રુપિયો દંડ વસુલ કરીને કુલ 38 જેટલાં એકમોને સીલ કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં સફાઈ મામલે AMC કમિશનર દ્વારા જાતે રાઉન્ડ લઇ અને રોડ પર સફાઈ રહે તે માટે અધિકારીઓને સૂચના આપી હતી. જાહેર રોડ પર કચરો ફેંકનાર લોકો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. ત્યારે શહેરના તમામ ઝોનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.