અમદાવાદ : અમદાવાદવાસીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે. શહેરના તમામ નાગરિક સુવિધા કેન્દ્ર એટલે સિવિક સેન્ટર્સ હવે સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. વિગતો મુજબ AMC ની 7 ઝોનલ ઑફિસ સહિત વિવિધ વિસ્તારોમાં 58 સિવિક સેન્ટરો આવેલા છે. અહીં નાગરિકોને પ્રોપર્ટી ટેક્સ ભરવા, જન્મ-મરણ સહિતના સર્ટિફિકેટ મેળવવામાં મુશ્કેલી ન સર્જાય તે માટે સુવિધા કેન્દ્રનો સમય વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મેટ્રો સિટી અમદાવાદમાં નાગરિક સુવિધા કેન્દ્રો એટલે કે સિવિક સેન્ટરો સાંજે સાડા ચાર વાગ્યા પછી બંધ થતા હતા. જેને લઈ નાગરિકોની અનેક ફરિયાદો અમદાવાદ મહાનગરપાલિકા સુધી પહોંચતી ન હતી. આ તરફ હવે જનસુખાકારી માટે તંત્ર દ્વારા નાગરિક સુવિધા કેન્દ્ર સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે તેના બોર્ડ લગાવવાના પણ આદેશ કરાયા છે.
AMC ની 7 ઝોનલ ઑફિસ સહિત વિવિધ વિસ્તારોમાં 58 સિવિક સેન્ટરો એટલે સિવિક સેન્ટર્સ જ્યાં નાગરિકો પ્રોપર્ટી ટેક્સ, જન્મ મરણ સર્ટિફિકેટ, ગુમાસ્તા ધારા સહિતના સર્ટિફિકેટ્સ મેળવવામાં કોઈ મુશ્કેલ ન પડે તે માટે સિવિક સેન્ટર્સનો સમય વધારવાનો નિર્ણય લેવાયો છે.