અમદાવાદ : રાજ્યમાં જે રીતે ઠંડી વધી રહી છે તે રીતે સામાન્ય જનજીવન પર તેના કારણે મુશ્કેલીઓ વધી રહી છે. આ સ્થિતિમાં જાહેર માર્ગ પર ઉંઘતા અને ઘર વિહોણા લોકોની સ્થિતિ ખરાબ થઈ રહી છે. આ વચ્ચે અમદાવાદ પોલીસનું સરાહનીય કામગીરી સામે આવી છે. જેમાં પોલીસે રાત્રે ઠંડીની અંદર ઠુંઠવાતા લોકો માટે ધાબળાનું વિતરણ કરીને પોલીસે માનવતા મહેકાવી હતી.
નિરાધાર અને નિ:સહાય, જરૂરીયાતમંદ માણસો પાસે રૂબરૂ જઈ તેઓને ઠંડીથી બચવા માંટે ધાબળાઓનું વિતરણ કરી અમદાવાદ પોલીસ ડીપાર્ટમેન્ટ તમામ વર્ગના લોકો માંટે ગમે તેવી વિકટ પરિસ્થિતીમાં તેઓની સાથે તેઓની સેવા માંટે તત્પર છે અને પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે@sanghaviharsh @GujaratPolice pic.twitter.com/u6e0V7soNr
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) December 17, 2023
શિયાળાની સિઝનમાં અમદાવાદ શહેરમાં જાહેર રસ્તાઓ ઉપર નિરાધાર રીતે વસવાટ કરતા નાગરીકોની પરિસ્થિતિનો વિચાર કરી ઓઢવ પોલીસ સ્ટેશન દ્વારા ગત મોડી રાત્રિના અમદાવાદ શહેર સિવિલ હોસ્પિટલ આજુબાજુના વિસ્તારમાં નિરાધાર અને નિ:સહાય, જરૂરીયાતમંદ માણસો પાસે રૂબરૂ જઈ તેઓને ઠંડીથી બચવા માંટે ધાબળાઓનું વિતરણ કરી પોલીસ ડીપાર્ટમેન્ટ તમામ વર્ગના લોકો માંટે ગમે તેવી વિકટ પરિસ્થિતીમાં તેઓની સાથે તેઓની સેવા માટે તત્પર છે અને પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે તે વાતને ચરિતાર્થ કરેલ છે.
અમદાવાદ સહિત રાજ્યભરમાં હાલ શિયાળાની મોસમ ચાલી રહી છે. શહેરના અનેક વિસ્તારમાં ઘર વિહોણા અને નિરાધાર લોકો ફૂટપાથ પર વસવાટ કરે છે. પરિણામે આ ઠંડીની મોસમમાં તેઓને વધુ હાલાકીનો સામનો કરવો પડે છે. શહેરના નાગરીકોના માનસપટમાં માનવીય અભિગમ જળવાઇ રહે અને અન્યને મદદરૂપ થવાની ભાવના લોકોમાં પ્રજ્વલિત થાય તે રીતે ઓઢવ પોલીસ સ્ટેશન દ્વારા દાખલારૂપ સરાહનીય કામગીરી કરવામાં આવી છે.