અમદાવાદ : આજકાલ યુવાનોમાં વધી રહેલા હ્રદય રોગના હુમલા અંગે લોકોને જાગૃત કરવા અમદાવાદમાં GGC YOUTH CLUB દ્વારા ફેમેલી વોકેથોનનું આયોજન થયું હતું. શહેરના ગોદરેજ ગાર્ડન સીટીમાં યોજાયેલી આ ફેમેલી વોકેથોનમાં નાના-મોટા સૌ કોઇએ જોડાઇ સ્વાસ્થ્ય અંગે લોકોને જાગૃત કર્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં આવેલ ગોદરેજ ગાર્ડન સીટીના (GGC YOUTH CLUB) દ્વારા હેલ્થ રિલેટેડ અવેરનેસ માટે SAVE HEART-2023નો એક સુંદર કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં અમદાવાદની સેલ્બી હોસ્પિટલના ડોકટરોએ CPRની તાલીમ આપી હાર્ટ એટેક વખતે કેવી રીતે લોકોનું જીવન બચાવવું તે અંગે તાલીમ આપી હતી. વોકેથોનના કાર્યક્રમની શરુઆત વહેલી સવારે જુમ્બા ડાન્સથી થઇ હતી. ત્યારબાદ અગ્રગણ્ય મહેમાનોની હાજરીમાં વોકેથોનને લીલીઝંડી અપાઇ હતી.
આ ફેમેલી વોકથોનમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઇ ગોદરેજ ગાર્ડન સીટીના વિવિધ કલસ્ટરોમાં ફરી લોકોને સ્વાસ્થ્ય અંગે જાગૃત કર્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ હજાર રહ્યા હતા.સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ અને ભાજપ નેતા ડો. ઋુતવિજ પટેલ અમદાવાદના ડેપ્યુટી મેયર જતિન પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.