અમદાવાદ : અમદાવાદ શહેર માટે વધુ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટ મુજબ શહેરમાં આજે વધુ 6 કોવિડ એક્ટિવ કેસ નોંધાયા છે. હવે અમદાવાદમાં કોરોના પોઝિટીવ દર્દીઓનો આંક 13 પર પહોંચી ગયો છે. સામે આવેલી વિગતો અનુસાર ત્રણ મહિલાઓ અને ત્રણ પુરુષ કોરોના સંક્રમિત થયા છે. જે છ દર્દી કોરોનાથી સંક્રમિત થયા છે તે નવરંગપુરા, નારણપુરા અને સરખેજના રહીશો છે. હાલમાં તમામને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.
આ અગાઉ અમદાવાદમાં કોરોનાના હાલ 7 પોઝિટિવ કેસ છે. 15 વર્ષ થી 60 વર્ષના દર્દીઓ હાલ કોવિડ પોઝિટિવ છે. 7 માંથી 5 વિદેશ પ્રવાસ કરીને પરત આવેલા દર્દીઓ છે. 3 પુરુષ, 4 મહિલા કોવિડ પોઝિટિવ છે. નોંધનીય છે કે તમામ દર્દીઓ પશ્ચિમ અમદાવાદ રહેવાસી છે. હાલ તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તમામના જીનોમ સિક્વસન્સ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે.
ગાંધીનગરમાં અગાઉ 2 મહિલા કોરોના પોઝિટિવ હોવાનું નોંધાયું હતું. ત્યારબાદ વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. દક્ષિણ ભારતના પ્રવાસથી પરત આવેલ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોન્ટેક્ટ ટ્રેસિંગની પ્રક્રિયા બાદ આ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અગાઉ નોંધાયેલા બે કેસમાં બંને મહિલાઓ પણ દક્ષિણ ભારતનો પ્રવાસ કરીને આવી હતી. આ બંને મહિલા સેક્ટર-6ની રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. બંનેએ વેક્સિનના બે ડોઝ પણ લીધા હતા.