અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વધુ એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આજે (23 ડિસેમ્બર) ગુજરાતના પ્રવાસે આવશે.અને રવિવારે પોતાના મતવિસ્તારના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. જેને લઇને તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.અમિત શાહની મુલાકાતને લઇને રુટ ઉપર સુરક્ષા કર્મીઓ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ આજે શનિવારે અમદાવાદ આવશે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે પોતાના મતવિસ્તારના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. રવિવારે સવારે તેઓ મેમનગરના GMDC ગ્રાઉન્ડ ખાતે પીએમ સ્વનિધી યોજનાના લાભાર્થીઓ અને તેમના પરિવારજનો સાથેના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપશે.
ત્યારબાદ બપોરે ગાંધીનગરના પાનસર ગામે વિકાસકાર્યોનું લોકાર્પણ અને કલોલમાં સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરશે. ગાંધીનગરમાં સાંસદ ખેલ મહોત્સવનું સાબરમતી AEC ગ્રાઉન્ડ ખાતે ઉદ્ઘાટન કરશે. સાંજે તેઓ ગુજરાત સાહિત્ય મહોત્સવનું ઉદ્ઘાટન કરશે.