અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. કોરોનાના સતત કેસ વધી રહ્યાં છે. આજે અમદાવાદમાં નવા 11 પોઝિટિવ કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાતમાં કોરોનાના કુલ 33 કેસ એક્ટિવ છે.
મળતી માહિતી પ્રમાણે,કોરોનાના સંક્રમણે ફરી માથું ઉંચક્યું છે. કોરોનાના સતત કેસ વધી રહ્યાં છે. અમદાવાદમાં કોરોના વાયરસના નવા 11 કેસ નોંધાયા છે. તેમાં 4 મહિલાઓ અને 7 પુરુષો સામેલ છે. 11માંથી 6 કોરોનાગ્રસ્ત ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. તેમની ટ્રાવેલ હિસ્ટ્રી પર નજર કરીએ તો દુબઈ, કેરળ, હૈદરાબાદ, યુએસ અને કેનેડા પણ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોનાના કુલ 33 એક્ટિવ કેસ છે. હાલ તમામ કોરોનાગ્રસ્તને આઇસોલેશનમાં મૂકવામાં આવ્યા છે.
કોરોનાની દહેશત વચ્ચે ક્રિસમસ અને શનિ-રવિની સળંગ રજાઓ વચ્ચે પ્રવાસન સ્થળો પર ભારે ભીડ જોવા મળી રહી છે. જેથી આ સ્થળો પર લોકો તકેદારી રાખે તે જરુરી છે. અમદાવાદમાં પણ ક્રિસમસને લઈને અનેક જગ્યાએ ભારે ભીડ ઉમટી રહી છે. ત્યારે લોકોને માસ્ક પહેરવા અને તકેદારી રાખવી જરૂરી છે.