અમદાવાદ : આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થવાનો છે ત્યારે કાંકરિયા કાર્નિવલમાં ખુબ મોટા પ્રમાણમાં લોકો આવતા હોવાથી સુરક્ષા વ્યવસ્થાને લઇને પણ પોલીસે એક્શન પ્લાન કર્યો છે. જેમાં 2 ડીસીપી, 5 એસીપી, 14 પીઆઇ, 66 પીએસઆઈ, 763 પોલીસ જવાનો, 200મહિલા પોલીસ, 150 હોમગાર્ડ જવાનો, સહિત 1300પોલીસ જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે. ઉપરાંત એસ.આર.પી. એક કંપની, બોમ્બ ડિસ્પોઝલની છ ટીમો કાર્યરત રહેશે.ત્યારે મહિલાઓની છેડતીના બનાવોને રોકવા કુલ નવ શી ટીમ ખાનગી ડ્રેસમાં કાંકરિયામાં તૈનાત રહેશે શહેરના 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન કાંકરિયા કાનવલનું આયોજન કરાયું છે.
જે અનુસંધાનમાં ટ્રાફિક વિભાગે જાહેરનામું બહાર પાડીને સવારે 8-00 થી રાત્રીના 1-00 વાગ્યા સુધી સુધી લોડીંગ અને પેસેન્જર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુક્યો છે. તો કાકરિયા ખાતે આવતા લોકોને મુશ્કેલી ન પડે અને અવ્યવસ્થા ન સર્જાય તે માટે કેટલાક વિસ્તારને નો પાર્કીંગ ઝોન, નો સ્ટોપ ઝોન અને નો યુ ટર્ન ઝોન તરીકે જાહેર કરાયા છે.
જાહેરનામા મુજબ કાંકરિયા ચોકીથી રેલ્વે યાર્ડ થઈ ખોખરા બ્રીજ, દેડકી ગાર્ડન, સિદ્વી વિનાયક હોસ્પિટલથી પુષ્પકુંજ થઈ અપ્સરા સિનેમાથી ફુટબોલ ચાર રસ્તા થઈ લોહાણા મહાજવાડી થઈને કાંકરિયા ચોકી સુધીનો રસ્તો પોલીસે નો સ્ટોપ અને નો પાકગ ઝોન તરીકે જાહેર કર્યો છે. તેમજ કાંકરિયા ફરતે કોઈ પણ વાહન સ્ટોપ થઈ શકશે નહિ તથા પાકગ જગ્યા સિવાય કોઈ પણ વાહન પાર્ક કરી શકાશે નહી. સાથેસાથે કાંકરિયા તળાવ ફરતે સર્કલ રોડ ટુ લેનમાં હોવાથી કોઈ પણ જગ્યાથી યુ ટર્ન લેવા પર પ્રતિબંધ મુકાયો છે.
આ ઉપરાંત, દાણીલીમડા ચાર રસ્તાથી શાહ આલમ થઇને કાંકરિયા મુખ્ય રોડ, ચંડોળા પોલીસ ચોકીથી શાહ આલમ થઇ કાંકરિયા તરફનો મુખ્ય રોડ, મણીનગર રેલવે સ્ટેશનથી મણીનગર ચાર રસ્તાથી રામબાગ થઇ કાંકરિયા તરફ જતો રોડ, કાગડાપીઠ ટી થી વાણિજ્ય ભવન થઇને કાંકરિયા તરફનો રોડ, રાયપુર દરવાજાથી બીગ બજાર થી પારસી અગિયારી ચાર રસ્તા થઇને કાંકરિયા તરફનો મુખ્ય રોડ, ગુરૂજી બ્રીજથી આવકાર હોલથી હિરાભાઇ ટાવરથી ભૈરવનાથ થઇને કાંકરિયા તરફના રોડ પરથી ભારે અને પેસેન્જર વાહનો અવર જવર નહિ કરી શકે.