અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ ફરી એકવાર માથું ઊંચક્યું છે. અમદાવાદમાં કોરોનાના નવા બે કેસો સામે આવ્યા છે. હાલમાં કુલ 35 કેસો એક્ટિવ છે. તમામ કેસો પશ્વિમ વિસ્તારમાંથી નોંધાયેલા છે. જેમાં નવરંગપુરા, રાણીપ, નારણપુરા, બોડકદેવ, સરખેજ અને થલતેજ વિસ્તારમાંથી સામે આવ્યા છે. મોટાભાગના દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મળી આવી છે.
અમદાવાદ શહેરમાં વધુ બે કોરોનાનાં કેસ નોંધાયા છે.શહેરનાં સરખેજ અને રાણીપ વિસ્તારમાં નવા કેસ નોંધાયા છે.એક મહિલા અને એક પુરુષ કવિડ પોઝિટિવ છે. એક દર્દીની ટ્રાવેલિંગ હિસ્ટ્રી વિદેશની હોવાનું સામે આવ્યું છે. એક દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી સિંગાપુરની સામે આવી છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. નવા કેસો સામે આવતા રાજ્યનું આરોગ્યતંત્ર પણ સતર્ક બન્યું છે.
અમદાવાદમાં કુલ 35 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં તમામ મોટાભાગે કેસો પશ્ચિમ વિસ્તારમાં નોંધાયેલા છે. પશ્ચિમ વિસ્તારના 14 અને ઉત્તર પશ્ચિમ વિસ્તારના 11 કેસ નોંધાયેલા છે. એક દર્દી હોસ્પિટલમાં દાખલ છે જે ખાનગી હોસ્પિટલમાં છે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એક પણ હોસ્પિટલમાં કોરોનાનો કોઈ દર્દી દાખલ નથી.
કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જે કોઈપણ દર્દીને કોરોના પોઝિટિવ હોય અને હોસ્પિટલાઈઝ કરવાની જરૂરિયાત હોય તો તેઓને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરી શકાય છે.