23.2 C
Gujarat
Wednesday, February 5, 2025

બોર્ડના વિદ્યાર્થીઓ ખાસ વાંચો ! અમદાવાદની સ્કૂલોમાં પ્રિ બોર્ડ પરીક્ષાનું આયોજન, જાણો ક્યારે શરુ થશે આ પરીક્ષા

Share

અમદાવાદ : અમદાવાદ DEO દ્વારા આ વર્ષે પણ પ્રિ બોર્ડની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. જેમાં ધો. 10 નાં મુખ્ય પાંચ વિષયોની પરીક્ષા લેવાશે. જાન્યુઆરી માસનાં અંતે શહેરની સ્કૂલોમાં પ્રિ-બોર્ડ પરીક્ષા લેવાશે. આ પરીક્ષામાં ધો. 10 નાં અંદાજિત 45000 થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેમજ આ પરીક્ષામાં કેન્દ્રીય પદ્ધતિ પેપર કાઢવામાં આવશે. માર્ચમાં લેવાનાર ધો. 10 ની બોર્ડની પરીક્ષાઓનો હાઉ વિદ્યાર્થીઓનાં મનમાંથી દૂર થાય તે માટે આ પ્રિ બોર્ડ પરીક્ષા લેવામાં આવે છે.

સામાન્ય રીતે પહેલીવાર બોર્ડની પરીક્ષા આપતા ધોરણ 10ના વિધાર્થીઓમાં પરીક્ષાનો ડર વધારે હોય છે. ત્યારે પરીક્ષાનો આ હાઉ દૂર કરવા અમદાવાદ DEOએ અનોખી પહેલ કરી છે. આ પરીક્ષા જાન્યુઆરી માસનાં અંત સુધી શહેરની સ્કૂલોમાં પ્રિ બોર્ડ પરીક્ષા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા જાન્યુઆરી માસનાં અંતે યોજાશે. જેમાં ધો. 10 નાં અંદાજિત 45000 થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષા તદ્દન બોર્ડની પરીક્ષાની જેમ જ લેવાશે. પ્રિ-બોર્ડ પરીક્ષામાં ધો. 10 નાં મુખ્ય પાંચ વિષયોની પરીક્ષા લેવાશે. તેમજ આ પરીક્ષાના પેપર પણ કેન્દ્રિય પદ્ધતિથી કાઢવામા આવશે.અને બોર્ડની પરીક્ષાની જેમ વિદ્યાર્થીઓને હોલ ટીકીટ પણ આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે અમદાવાદ DEO દ્વારા બોર્ડની ગત પરીક્ષા પહેલા ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે માટે પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો શાળાઓ દ્વારા ખુબ જ આવકારદાયક અમલ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને પણ પ્રિ-બોર્ડ પરીક્ષાને કારણે બોર્ડ પરીક્ષામાં ભયમુક્ત આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શક્યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles