અમદાવાદ : ગુજરાતની બોક્સર હેતલ દામાએ ફરી એકવાર સિનિયર નેશનલ બોક્સિંગ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો છે. ગુજરાત સ્ટેટ બોક્સિંગ એસોસિએશનના પ્રેસિડન્ટ(w) મનીષ મકવાણાએ જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશના નોઈડામાં 21 થી 27 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી 7મી સિનિયર નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બોક્સિંગ એકેડમી, અમદાવાદ તરફથી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી હેતલ દામાએ 54 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને આ સિદ્ધિ હાંસલ કરી હતી.
ગુજરાત સ્ટેટ બોક્સિંગ એસોસિએશનના પ્રેસિડન્ટ(w) મનીષ મકવાણાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારના સહયોગથી અમદાવાદ ખાતે જે બોક્સિંગ એકેડમી શરૂ કરાઈ છે તેના ફળરૂપે આ મેડલ પ્રાપ્ત થયો છે. વધુમાં ગુજરાત સ્ટેટ બોક્સિંગ એસોસિએશનના હોદ્દેદારો માનદ મંત્રી-દિલીપભાઈ બ્રહ્મભટ્ટ, ટ્રેઝરર-મનીષ મકવાણા તથા સહમંત્રી કુ.લતા શર્માએ અભિનંદન સાથે વધુ સિદ્ધિઓ મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવી છે.