22.3 C
Gujarat
Sunday, December 8, 2024

થર્ટી ફર્સ્ટના કલાકો પૂર્વે વિદેશી દારૂના ભાવ આસમાને પહોંચ્યા ! આ બોટલો પર 700 થી 1500 રૂપિયાનો વધારો

Share

અમદાવાદ: ગુજરાત રાજયમાં દારૂબંધી હોવા છતાં દેશી વિદેશી દારૂની રેલમછેલ થતી જાવા મળે છે. એમાંય 31મી ડિસેમ્બરે અમદાવાદ, સુરત સહિતના ગુજરાતના શહેરોમાં પણ યુવાનો વિવિધ પાર્ટીઓમાં યુવાનો જોડાતા હોય છે. જોકે અમદાવાદ સહિતના રાજ્યના મોટા શહેરોમાં ડ્રાય સ્ટેટ હોવાના કારણે અહીંની પાર્ટીઓ અલગ હોય છે, એક તરફ પોલીસે દારૂના ધંધા ઉપર સકંજા કસ્યો છે ત્યારે ગણતરીના કલાકોમાં જ થર્ટી ફર્સ્ટ હોવાથી દારૂના રસિયાઓમાં જબરદસ્ત માંગ ઉઠી છે.આ વખતે વિદેશી પ્રોડક્ટની સાથે ભારતીય બનાવટના દારૂ પણ ભારે ડિમાન્ડમાં છે.

મીડિયા રિપોર્ટ મુજબ કેટલાક આલ્કોહોલના ભાવ સામે આવ્યા છે કે જે હાલના દિવસોમાં ડિમાન્ડમાં છે અને તેના ભાવ પણ ઘણાં ઊંચા બોલાઈ રહ્યા છે. વિસ્કી, સ્કોચ વિથ વિસ્કી, બકાડી, વોડકા, બિયર સહિતની વિવિધ કંપનીની પ્રોડક્ટના ભાવ કે જે બૂટલેગરો પાસે 1000ની અંદર રહેતા હોય છે તેના ભાવ હાલ 1000થી 1500 અને 2000 કે તેની પણ પાર જઈ રહ્યા છે.

કઈ બોટલના કેટલા ભાવ બોલાય છે!
વ્હિસ્કી- 1200-1600
રમ- 1000-1500
વોડકા- 1100-1500
જીન- 1000-1500
બીયર ટીન- 400-600

એવું પણ માનવામાં આવે છે કે, જેમ-જેમ 31 ડિસેમ્બરના કલાકો વધતા જશે તેમ તેમ આ ભાવમાં વધારો થશે તેવું પણ કહેવાઈ રહ્યું છે. આ વર્ષે દેશમાં બનતા આલ્કોહોલની પણ ભારે ડિમાન્ડ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

જે રીતે બૂટલેગરો પાસે મળતા દારૂના ભાવ આસમાને પહોંચ્યા છે તે રીતે સોડા, આઈસક્યૂબ, પ્લાસ્ટિકના ગ્લાસ સહિત દારૂની સાથે ઉપયોગમાં લેવાતી સામગ્રીના ભાવમાં વધારો થવાની સાથે સ્ટોક ખૂટવાની સ્થિતિ સર્જાઈ શકે છે.

ગુજરાતમાં હાલમાં ગિફ્ટ સિટીમાં હાલમાં સરકાર દ્વારા દારૂની છૂટ આપવામાં આવી છે ત્યારે ઘણાં રસિયાઓ તેની ચર્ચાઓમાં લાગેલા છે આવામાં 31 ડિસેમ્બરના કારણે ગેરકાયદે દારૂનો વેપલો કરનારા પણ કમાણી કરી લેવાના મૂડમાં છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles