અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરમાં નામચીન હોટલ અને રેસ્ટોરન્ટમાંથી જીવાત, વંદા નીકળવા હવે સામાન્ય થઈ ગયું હોય તેમ લાગે છે. હજુ ઓનેસ્ટમાંથી ઈયળ નીકળવાની ઘટનાને 24 કલાક પણ નથી થયાંને ત્યારે શહેરમાં જ બીજી આવી ઘટના જોવા મળી છે. ગ્રાહકે અમદાવાદમાં પૌંઆ માટેનું પ્રસિદ્ધ હાઉસ ગજાનંદ પૌંઆમાંથી ઉપમાનો ઓર્ડર કર્યો હતો. જેમાંથી વંદો નીકળતા ગ્રાહકે રેસ્ટોરન્ટ વિરૂદ્ધ કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે.
પ્રતપ રિપોર્ટ મુજબ અમદાવાદમાં રહેતા એક ગ્રાહકને પંચવટી ખાતે આવેલા ગજાનંદ પૌંઆ હાઉસમાંથી બ્રેકફાસ્ટ મંગાવવાનો કડવો અનુભવ થયો છે. ગ્રાહકે અમદાવાદમાં પૌંઆ માટેનું પ્રસિદ્ધ હાઉસ ગજાનંદ પૌંઆમાંથી ઉપમાનો ઓર્ડર કર્યો હતો. જેમાંથી વંદો નીકળતા ગ્રાહકે રેસ્ટોરન્ટ વિરૂદ્ધ કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે.આ ઘટનાને પગલે ગ્રાહકે રેસ્ટોરન્ટ વિરૂદ્ધ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે.
તમને જણાવી દઈએ કે, આ અગાઉ જ પ્રહલાદનગરમાં આવેલ ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાંથી મંગાવેલી પંજાબી થાળીમાં મુખવાસની પડીકી ખોલતા તેમાંથી ઇયળ નીકળી હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. હાલ આ સમગ્ર મામલે ગ્રાહકે કોર્પોરેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.