અમદાવાદ : વાયબ્રન્ટ ગુજરાતને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. 9 જાન્યુઆરીએ PM નરેન્દ્ર મોદી રોડ-શો કરશે. અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી રોડ-શો યોજાશે. PM નરેન્દ્ર મોદી સાથે UAEના પ્રેસિડેન્ટ પણ આ રોડ શોમાં જોડાશે. 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS)માં UAE પ્રેસિડેન્ટ એક મહત્વના મહેમાન ગણાશે. PM મોદી 9 જાન્યુઆરીએ અમદાવાદ એરપોર્ટ પર UAE પ્રેસિડેન્ટનું સ્વાગત કરશે. ત્યારબાદ બંને નેતાઓ અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી રોડ-શો કરશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ PM નરેન્દ્ર મોદી UAEના રાષ્ટ્રપતિની સાથે અમદાવાદ એરપોર્ટથી લઇને સાબરમતી આશ્રમ સુધી રોડ શો કરશે. PM નરેન્દ્ર મોદી 9 જાન્યુઆરીએ અમદાવાદ પહોંચી શકે છે. એવામાં PM મોદી UAEના રાષ્ટ્રપતિને રિસીવ કરવાની સાથે તેમણે રોડ શો દ્વારા રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમ લઇને જશે. UAEના રાષ્ટ્રપતિ પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાન તે રાષ્ટ્ર અધ્યક્ષોમાં સામેલ છે, જે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી સીઝનમાં ભાગ લઇ રહ્યાં છે. આ સમિટ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 10થી 12 જાન્યુઆરી સુધી ચાલશે. ગુજરાત સરકારના અધિકારીઓ અનુસાર આ રોડ શો એરપોર્ટથી શરૂ થશે અને સાબરમતી આશ્રમ પર પૂર્ણ થશે.
ગાંધીનગરમાં 3 જાન્યુઆરીએ વાઈબ્રન્ટ સમિટને લઈને ગૃહ વિભાગની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોલાવેલી આ બેઠકમાં વાયબ્રન્ટની સુરક્ષા મામલે પણ ચર્ચા કરવામાં આવી હતી. તો આ બેઠકમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ગૃહ વિભાગના બજેટ અને પોલીસ ભરતી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.