અમદાવાદ : વાઇબ્રન્ટ ગુજરાતના કારણે ગુજરાત યુનિવર્સિટી અને ગૂજરાત ટેકનોલજીકલ યુનિવર્સિટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાતના કારણે 9 અને 10 તારીખે યોજનાર પરીક્ષામાં ફેરફાર કરાયો છે. ટ્રાફિક વ્યવસ્થાને લઈને 9 અને 10 મી તારીખની પરીક્ષા હવે 17 અને 18 તારીખે લેવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીના પરિપત્ર મુજબ, વાયબ્રન્ટ ગુજરાતના આયોજનને કારણે ગુજરાત યુનિવર્સિટી અને ગૂજરાત ટેકનોલજીકલ યુનિવર્સિટીમાં ચાલતી પરીક્ષાઓની તારીખમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અત્રે જણાવીએ કે, B.A, B.Com, BBA, M.A, M.Comની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. 9 અને 10 તારીખે યોજાનારી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે પરીક્ષા હવે 17 અને 18મીએ યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વાયબ્રન્ટ ગુજરાત સમિટને કારણે ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાને રાખી આ નિર્ણય કરાયો છે.
આ સિવાયની બાકીની તમામ પરીક્ષાઓ રાબેતા મુજબ લેવાશે. આ પરીક્ષામાં ટ્રાફિક સમસ્યાના કારણે વિદ્યાર્થી મોડો પહોંચે તો પરીક્ષા કંટ્રોલ રૂમને જાણ કરવાથી પરીક્ષા આપવા દેવામાં આવશે.