અમદાવાદ : ગુજરાતમાં પોલીસ દમન અથવા પોલીસ સામેની જે કોઈ ફરિયાદ હોય તે જાહેર કરવા માટેનો ફોન નંબર જાહેર કરવામાં આવ્યો છે. હવે કોઈ પણ નાગરિક પોલીસ સામે હેલ્પલાઈન નંબર 14449 ઉપર ફરિયાદ કરી શકશે. એક રિપોર્ટ મુજબ ગુજરાત સરકાર વતી એડવોકેટ જનરલે પોલીસ સામે ફરિયાદ કરવા માટેની હેલ્પલાઈન નંબરની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને 14449 નંબર અપાયો છે. જો કે આ હેલ્પલાઈન નંબર આગામી 15 દિવસમાં કાર્યરત થશે
પોલીસ લોકોની સુરક્ષા માટે કામ કરતી હોય છે પરંતુ જો કોઈ વ્યક્તિને ખુદ પોલીસની સામે વાંધો હોય કે પોલીસની દમનથી ત્રસ્ત થઈ રહી હોય તો શું કરવું તેનું સમાધાન હવે ગુજરાતને મળશે. આ માટે એક ખાસ નંબર જાહેર કરવામાં આવ્યો છે જેનો ઉપયોગ નજીકના સમયમાં સામાન્ય નાગરિક કરી શકે છે. આ ફરિયાદ પર 24 કલાકમાં જ કડક કાર્યવાહી હાથ ધરાશે. હાલના 100 અને 112 નંબર પણ સેવામાં ચાલું રહેશે. મળતી પ્રાથમિક માહિતી મુજબ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને આ નંબર આપવામાં આવ્યો છે. જો કે આ હેલ્પલાઈન નંબર આગામી 15 દિવસમાં કાર્યરત થશે
ગુજરાતમાં પોલીસ દમન અથવા પોલીસ વિરુદ્ધમાં ફરિયાદ કરવી હોય તો તેના માટે પણ એક નંબર જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકારને આ નંબર પૂરો પાડવામાં આવ્યો છે. આ નંબરના આધારે કોઈ વ્યક્તિ પોલીસ દમન કે પોલીસ વિરુદ્ધ ફરિયાદો માટે તેનો ઉપયોગ કરી શકશે. જે નંબર 14449 છે અને જેને પોલીસ દ્વારા કરાતી ખોટી કામગીરી મામલે ઉપયોગમાં લઈ શકાશે. આ નંબર અંગેની માહિતી ગુજરાત સરકાર વતી એડવોકેટ જનરલે હાઈકોર્ટ સમક્ષ આપી છે.