અમદાવાદ : અમદાવાદ મ્યુ કોર્પોરેશન (AMC)ના ટેક્સ વિભાગનો વધુ એક છબરડો બહાર આવ્યો છે. અમદાવાદ મ્યુ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા હાલ ટેક્સ ભરવામાં અખાડા કરનાર સામે સીલિંગ ઝુંબેશ ચલાવી રહ્યા છે. ત્યારે સુભાષબ્રિજ વિસ્તારમાં એક દુકાનમાલિક દ્વારા એડવાન્સ ટેક્સ ભર્યો હોવા છતાં તેની દુકાનને સીલ લગાવ્યું હતું. સાથે રૂ.1.59 લાખનું લેણું નીકળતું હોવાનું દર્શાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ સુભાષબ્રિજ, કેશવનગર નજીક આવેલા જનકપુર કો.ઓ. હા.સો.લી.માં મુકેશ દવે દુકાન ધરાવે છે. જે દુકાનનો તેઓ એડવાન્સ ટેક્સ ભરે છે. છેલ્લા ટેક્સ બિલ પ્રમાણે મ્યુનિ.માં રૂ.120 જમા બોલે છે. એક રિપોર્ટ મુજબ AMCએ તેમની દુકાનને સીલ મારી અને 1.59 લાખનું લેણું કાઢ્યું હતું. દુકાનદારે રજૂઆત કરતાં AMCને ભૂલ સમજાઈ હતી અને દુકાનનું સીલ ખોલી નાખવામાં આવ્યું હતું.