અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણ પર્વ પર ગુજરાત પ્રવાસે છે. આજે ઉત્તરાયણના દિવસે તેમણે જમાલપુરમાં આવેલા પ્રસિદ્ધ જગન્નાથ મંદિર ભગવાનના દર્શન કર્યા હતા અને પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ તેઓ અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં પહોંચ્યા હતા.
જ્યાં તેમણે ભાજપ કાર્યકરો સાથે પતંગ ચડાવી પતંગોત્સવની ઉજવણી કરી હતી.બાળકો ગૃહમંત્રીના હાથે પતંગ મેળવીને રાજી થઈ ગયા હતા. એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા.
અમિત શાહે વેજલપુરમાં આવેલા સ્વાતિ એપાર્ટમેન્ટ-2ના બ્લોક-Bમાં પતંગ ચગાવવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન જ્યારે તેઓ ધાબા પર પહોંચે તે પહેલા બાળકોને પતંગ, ચીકી સહિતની સામગ્રીઓ વહેંચી હતી.અમિત શાહ વેજલપુર પહોંચ્યા તો ત્રણ અમિતનો સંયોગ બન્યો હતો.
જેમાં ગૃહમંત્રી અમિત શાહ, એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા.અમિત શાહ વેજલપુર આવવાના હતા તેના કારણે સુરક્ષા એજન્સીઓ પણ અગાઉથી વેજલપુર પહોંચ્યીને સુરક્ષા-વ્યવસ્થામાં જોતરાઈ હતી. જેમાં વિવિધ સુરક્ષા એજન્સીઓ પણ અલગ-અલગ ધાબા પર ગોઠવાઈ ગઈ છે.