અમદાવાદ: ભાઈ–બહેનનો પ્રેમ ધૂપસળીની મહેંકની જેમ મઘમઘી ૨હે છે. એક ભાઈએ પોતાના મૃતક બહેનની ઈચ્છા પૂરી કરવા એશિયાની સૌથી મોટી અમદાવાદ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં 75 લાખ રૂપિયાનું દાન આવ્યું છે. દાનની રકમથી હોસ્પિટલમાં જે તે જરૂરી વિભાગમાં નવા સાધનો લાવવામાં આવ્યા હતા.
નડિયાદના પીજ ગામના રહેવાસી નરેન્દ્રભાઈ પટેલે પોતાની સ્વર્ગસ્થ બહેન ઉર્વશીબેન પટેલના સ્મરણાર્થે સિવિલ હોસ્પિટલમાં દાન આપવામાં આવ્યું છે. જો કે સ્વ. ઉર્વશીબેને પોતાની મિલકતના વિલમાં જરૂરિયાતમંદ લોકોની મદદ માટે પૈસાનું દાન કરવાનું જણાવ્યું હતું. આમ વિલમાં જણાવ્યા અનુસાર અને પોતાની બહેનની ઈચ્છા પૂર્ણ કરવા નરેન્દ્રભાઈ પટેલે સિવિલ હોસ્પિટલમાં લાખો રૂપિયાનું દાન આપવાનું જાહેર કર્યું છે.
નરેન્દ્રભાઈએ કરેલા આ દાનનો ઉપયોગ દર્દીઓ માટે જરૂરી હોસ્પિટલના સાધનો લાવવા કરવામાં આવશે. જેનો લાભ સિવિલ હોસ્પિટલમાં આવતા લાખો દર્દીઓને મળી શકશે. ખાસ વાત તો એ છે કે નરેન્દ્રભાઈ પટેલે આ અગાઉ પણ જાન્યુઆરી 2023 માં 75 લાખ રૂપિયાનું દાન કર્યું હતું. જેમાં આપવામાં આવેલા દાનની મોટી રકમથી હોસ્પિટલમાં જે તે જરૂરી વિભાગમાં નવા સાધનો લાવવામાં આવ્યા હતા. જેનો અનેક દર્દીઓએ લાભ લીધો હતો.
એ જ રીતે આ વખતે પણ આપવામાં આવેલા દાનથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતી સારવાર વધુ સુધરે તે માટે જરૂરી સાધન સામગ્રી વસાવવામાં આવશે. આમ સ્વ. ઉર્વશીબેનની ઈચ્છા પ્રમાણે તેમના ભાઈએ તેમની 75 લાખ રૂપિયાની રકમ સિવિલ હોસ્પિટલને લોકઉપયોગી થવાના શુભ આશયથી દાનમાં આપી ઉમદા કાર્ય કર્યું છે.આજરોજ મળેલ ૭૫ લાખના દાનથી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે આવતા દર્દીઓને આધુનિક સુવિધા અને જરૂરિયાતો પૂરી પાડવા માટે ઉપયોગ કરવામાં આવશે તેમ સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ રાકેશ જોશી એ જણાવ્યું હતું.