29.7 C
Gujarat
Friday, November 22, 2024

ચાલો રામ લલ્લાના દર્શને, અમદાવાદથી અયોધ્યાની ટ્રેન, ટિકિટનું બુકિંગ અને અંતર, જાણો સંપૂર્ણ વિગતો

Share

અમદાવાદ : અયોધ્યામાં આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામની નગરી અયોધ્યા ભારત અને સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે જ્યાં પર લાખો કરોડો શ્રદ્ધાલુ અયોધ્યા જવાની ઈચ્છા રાખી રહ્યા છે ત્યારે અયોધ્યા રામ મંદિર સુધી પહોંચવા માટે યાત્રીઓ રેલ, રોડ અને હવાઈ સહારો લઈ રહ્યા છે. તો જો તમે અમદાવાદથી અયોધ્યા રામમંદિર જવા માંગતા હો તો ટ્રેનની સંપૂર્ણ વિગતો જાણો.

અમદાવાદથી અયોધ્યાનું અંતર લગભગ 1,463 કિલોમીટર છે. 19167 સાબરમતી એક્સપ્રેસ લગભગ 29 કલાક 12 મિનિટમાં અયોધ્યા પહોંચે છે. આ ટ્રેન અમદાવાદથી 11:10 વાગ્યે ઉપડે છે અને સવારે 10:15 વાગ્યે વારાણસી સિટી પહોંચે છે. આ સમયગાળા દરમિયાન આ ટ્રેન 39 સ્ટેશનો પર ઉભી રહે છે.

અમદાવાદથી અયોધ્યા જતી સૌથી ઝડપી ટ્રેન : અમદાવાદથી અયોધ્યા વચ્ચે દોડતી સૌથી ઝડપી ટ્રેન અમદાવાદ દરભંગા હમસફર સ્પેશિયલ (09465) છે. આ ટ્રેન 24.06 કલાકમાં 1395 કિલોમીટરનું અંતર કાપે છે. આ ટ્રેન શુક્રવારે ચાલે છે.પહેલી ટ્રેન : અમદાવાદથી અયોધ્યા જતી પ્રથમ ટ્રેન PBR MFP EXPRESS (19269) છે. આ ટ્રેન ચાંદલોડિયા (CLDY) થી સવારે 3:47 વાગ્યે ઉપડે છે.

અમદાવાદથી અયોધ્યાની સસ્તી ટ્રેન : અમદાવાદથી અયોધ્યા જતી સૌથી સસ્તી ટ્રેન 15667 કામાખ્યા એક્સપ્રેસ છે. આ ટ્રેન અમદાવાદ ADI થી 21:40 PM પર ઉપડે છે અને 23:50 PM પર અયોધ્યા પહોંચે છે. આ ટ્રેન અઠવાડિયાના શનિવારે ચાલે છે.અમદાવાદથી અયોધ્યા જતી કેટલીક વધારે ટ્રેનો : 19165 સાબરમતી એક્સપ્રેસ, 19167 સાબરમતી એક્સપ્રેસ, 09465 અમદાવાદ દરભંગા હમસફર સ્પેશિયલ, 15635 ગુવાહાટી એક્સપ્રેસ

ટ્રેન દ્વારા અમદાવાદથી અયોધ્યા જવા માટેની તત્કાલ ટિકિટ મુસાફરીની તારીખના 1 દિવસ પહેલા બુક કરી શકો છો.અમદાવાદ અને અયોધ્યા વચ્ચેના રૂટ માટે તમે કોઈપણ ટ્રેન એપ પરથી ચેક કરી શકો છો. તમે IRCTC એપ પરથી અમદાવાદથી અયોધ્યા ટ્રેન માટે સીટની ઉપલબ્ધતા ચકાસી શકો છો. અહીં ટ્રેનનું નામ અથવા નંબર દાખલ કરીને સર્ચ કરી શકો છો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles