Tuesday, November 11, 2025

કાંકરીયા તળાવની મુલાકાતીઓની સુવિધામાં વધારો, ટિકિટ માટે કરી શકશે ઓનલાઈન બુકિંગ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના કાંકરિયાના મુલાકાતીઓને આર્કષિત કરતા આ ફરવા માટેના સ્થાનમાં હંમેશા ભીડ જોવા મળે છે. કાંકરીયામાં કુલ 7 પ્રવેશ દ્વાર છે. છતાં પણ પ્રવેશ માટે લાંબી લાઈનો રહે છે. આ બાબતને ધ્યાનમાં રાખી AMCએ મોટો નિર્ણય લીધો છે. કાંકરીયામાં મુલાકાતીઓની સુવિધામાં વધારો કરતા ઓનલાઈન વેબસાઈટ અને મોબાઈલ એપ શરૂ કરી. જેમાં ટિકિટબારીની લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવતા ઓનલાઈન બુકિંગ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.

કાંકરીયામાં પ્રવેશ માટે 12 વર્ષની નીચેના વયના બાળકો માટે પાંચ રૂપિયા અને 12 વર્ષથી ઉપરના લોકો માટે 10 રૂપિયાની ટિકિટ લેવામાં આવે છે. કાંકરીયા પરિસરની અંદર ટ્રેન, બાલવાટિકા જેવા આકર્ષણો માટે પણ નાગરિકો ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકશે. શહેરીજનો ટિકિટ બાર પર ઉભા રહેવામાંથી મુક્તિ મેળવતા www.kankarialaketickets.com વેબસાઈટ પરથી ટિકિટ મેળવી શકાશે. કાંકરિયા લેકફ્રન્ટ દ્વારા ઓનલાઈન ટિકિટ માટે વેબસાઈટ શરૂ કરવામાં આવી જ્યારે મહાનગર પાલિકા દ્વારા મોબાઈલ એપ્લિકેશન સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં તમે મોબાઈલ એપ્લિકેશન AMC Sevaમાં Online TIcket Bookings સેકશન પરથી પણ ઓનલાઈન ટિકિટ મેળવી શકો છો.

કાંકરીયા તળાવની મુલાકાત લેવા ઇચ્છતા નાગરિકો ઓનલાઈન બુકિંગ કરાવી કોઈપણ સ્થાન પરથી ડિજિટલ માધ્યમથી પેમેન્ટ કરી શકે છે. તેઓ ડિબેટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, મોબાઈલ ઇન્ટરનેટ બેંકિગ, યુપીઆઈ વોલેટ, ફાસ્ટ ટેગ, કાર્ડ સ્વાઈપ, સ્કેચ, એનએફસી જેવા ડિજિટલ માધ્યમથી કોઈપણ પ્રકારની ટિકિટ માટે પેમેન્ટ કરી શકશે. ઉપરાંત વિવિધ પ્રકારના આકર્ષણોની પણ માહિતી મેળવી શકાશે. જે મુલાકાતીઓ ઓનલાઈન બુકિંગ કરાવા માંગે છે તેમણે પ્રથમ તેમના નામ, મોબાઈલ નંબર અને ઇ-મેઈલ આઈડીની વિગત આપવાની રહેશે.

ત્યારબાદ કાંકરિયામાં પ્રવેશ તેમજ અન્ય આર્કષણો માટે ટિકિટ લેવી હોય તે પસંદ કરી નાણાંની ચૂકવણી કરવાનું રહેશે. તેના બાદ જ ક્યુઆર કોડ સહિતની ટિકિટ જનરેટ થશે. અને તમે આપેલ મોબાઈલ નંબર તેનો SMS આવશે. યાદ રહે કે ફોનમાં આવેલ આ SMS ડીલીટ ના થાય. કેમકે તમે જ્યારે કાંકરીયામાં પ્રવેશ કરો ત્યારે તમારે ફરજીયાત બતાવવાનો રહેશે. તે બતાવ્યા બાદ જ તમને કાંકરીયાની અંદર એન્ટ્રી મળશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...