અમદાવાદ: અમદાવાદ કણભાનાં ASI ની હત્યા મામલે મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપીની ધરપકડ કરવામાં આવી છે.રાજસ્થાન થી SMC એ ધરપકડ કરી હતી.આ ઉપરાંત સાબરમતી પોલીસે ભુપીની કારનાં ડ્રાઇવરની પણ ધરપકડ કરી હતી.આ બંન્ને આરોપીઓ પોલીસની કારને ટક્કર મારીને ફરાર થયા હતા.જેને ઝડપીને ગ્રામ્ય પોલીસને સોંપવાની કામગીરી કરવામાં આવી હતી.
કણભામાં દારૂની હેરાફેરી કરી રહેલા બુટલેગરને પકડવા જતા પોલીસ કર્મચારીઓની PCR વાનને બુટલેગરએ ટક્કર મારતા ASI બળદેવજી નિનામાંનું મોત નીપજ્યું હતું. કણભામાં ભાવડા પાટિયા નજીક કારમાં દેશી દારૂની હેરાફેરી થઈ રહી હતી. ત્યારે કણભા પોલીસ સ્ટેશનમાં PCR વાનમાં ASI બળદેવજી નિનામાં અને પોલીસ કર્મચારી પસાર થઈ રહી હતી. ASI બળદેવજી નિનામાંને કાર શકાસ્પદ લાગી હતી. જેથી તેને રોકવાનો પ્રયાસ કરતા બુટલેગરએ પોલીસની PCR વાનને ટક્કર મારી હતી.ટક્કર વાગતા PCR વાન પલટી થઈ જતા ASI બળદેવજી નિનામાં અને પોલીસ કર્મચારીને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં ASIનું મોત નીપજ્યું હતું. કણભા પોલીસે બુટલેગર ભુપેન્દ્ર ઉર્ફે ભુપી અને અજાણ્યા આરોપી વિરુદ્ધ હત્યા અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી હતી.
કણભાના ASI બળદેવજી નિનામાંની હત્યા કેસને લઈને પોલીસ તપાસ કરતા રિટ્ઝ કારનો માલિક ઝાકીર શેખ હોવાનું ખુલ્યું હતું. રાણીપનો બુટેલગર ભુપેન્દ્ર ઉર્ફે ભુપીનું નામ ખુલ્યું હતું. આ કાર ખેડાથી દારૂનો જથ્થો લઈને ઓઢવ અને રાણીપ વિસ્તારમાં જઈ રહી હતી. પરંતુ ભાવડા પાટિયા નજીક PCR વાને અટકાવતા તેઓએ ગાડી ચઢાવીને હત્યા કરી હતી. આ ગાડીમાંથી રૂ 14 હજારનો દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં હત્યા કરનાર બુટલેગર સાથે વધુ એક ગાડી પણ હતી. જે આરોપીઓને લઈને ફરાર થઇ ગયા હતા.