25.1 C
Gujarat
Thursday, November 21, 2024

હાઉસીંગ રિડેવલમેન્ટના મુદ્દે અનેક હાઉસીંગ આગેવાનો અને રહીશોમાં બે ભાગલા…!!

Share

અમદાવાદ : નારણપુરા, સોલા અને નવા વાડજમાં અનેક હાઉસીંગ વસાહતોમાં રિડેવલમેન્ટની પ્રક્રિયા ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે, જેમાં કયાંક શરૂઆત છે તો કયાંક પ્રક્રિયા મધ્યમાં પહોંચી છે તો કયાંક પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાનું જાણવા મળ્યું છે.તો બે-ચાર હાઉસીંગ વસાહતો(સોસાયટી)માં રિડેવલમેન્ટની પ્રક્રિયા બાદ ડિમોલિશનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. પરંતુ 2016 થી 2024 સુધીના કુલ સમયગાળાને ધ્યાનમાં લેતા હજુ સુધી હાઉસીંગ સોસાયટીઓમાં ખાસ કોઈ જાગૃતિ આવી નથી. જેને કારણે મોટાભાગની સોસાયટીઓમાં રિડેવલપમેન્ટ મામલે બે કે તેથી વધુ ભાગલા પડી ગયા હોવાનું જાણવા મળ્યું છે જેને કારણે જે તે હાઉસીંગ સોસાયટીમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે.

સૌ પ્રથમ વાત કરીશું રિડેવલપમેન્ટ મામલે વોટસ્‌અપ ગ્રુપ વિશે, સૌ પ્રથમ હાઉસીંગના ચેરમેન, સેક્રેટરીઓ, હોદ્દેદારો અને રહીશો દ્વારા બનાવાયેલ વોટસ્‌અપ ગ્રુપ જે હાર્ફ (હાઉસીંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશન)ના નામે ચાલે છે, જેમાં નવા વાડજ, નારણપુરા અને સોલાની અનેક સોસાયટીઓના હોદ્દેદારો જોડાયેલ છે, આ ગ્રુપમાં સભ્યો સરકારની હાઉસીંગ પોલીસીથી સંમત હોવાનું ચર્ચા પરથી જણાય છે, આ ગ્રુપમાં રિડેવલપમેન્ટને લઈને અનેક માહિતી આપવામાં આવી રહી છે, લોકોને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે, સરકારની રિડેવલપમેન્ટ પોલીસીને લઈને તથા રિડેવલપમેન્ટના પ્રશ્નો વિશે જાણકારી આપવામાં આવી રહી છે ત્યારે એવી પણ ચર્ચા છે શરૂઆતમાં બે-ચાર લડતને બાદ કરતા આ ગ્રુપ સરકારની પોલીસીને લઈને કોઈ પ્રશ્ન ઉઠાવતું નથી, મતલબ સરકારની પોલીસી સાથે સહમત હોવાનું મનાઈ રહ્યું છે.

જયારે અન્ય એક ગ્રુપ નાગરિક સેવા સંગઠન નામનું ચાલી રહ્યું છે કે જેમાં નવા વાડજ, નારણપુરા અને સોલાની અનેક હાઉસીંગના સોસાયટીઓના ચેરમેન, સેક્રેટરીઓ, હોદ્દેદારો અને રહીશો જોડાયેલ છે.આ ગ્રુપમાં અનેક આરટીઆઈ કાર્યકર્તાઓ અને જાણકાર લોકો છે, આ ગ્રુપમાં મોટેભાગે લોકો સરકારની રિડેવલપમેન્ટ પોલીસી સાથે સંમત ન હોવાનું ચર્ચા પરથી જણાઈ આવે છે, તેઓ સરકારની પોલીસી 40 ટકા કરતા વધુ બાંધકામ મળે તેવી માગણી કરી રહ્યાં છે.આ સિવાય ગ્રુપમાં અનેક લોકો લીઝ ડીડને લઈને લડત ચલાવી રહ્યાં છે.જેને માટે ગુજરાત હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવ્યા છે.આ ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જો લીઝડીડ થઈ જાય તો બિલ્ડર લાવવાની પરવાનગી રહીશોને મળશે તેમજ રિડેવલપમેન્ટમાં જે હાઉસિંગ બોર્ડની કનડગત છે એનો અંત આવશે તથા રિડેવલપમેન્ટમાં દરેકને સારા અને મોટા ઘર મળશે.

આમ રિડેવલપમેન્ટ મામલે જેમ વોટ્‌સઅપ ગ્રુપમાં બે ભાગલા સ્પષ્ટ જણાઈ રહ્યા છે તેવી જ રીતે અનેક સોસાયટીઓમાં પણ બે ભાગલાઓ જોવા મળી રહ્યા છે. કેટલીક સોસાયટીઓમાં રિડેવલપમેન્ટને લઈને પ્રમુખ સહિતની સમગ્ર કારોબારીઓ બદલી નાંખવામાં આવી છે અથવા બદલાઈ છે જેને કારણે બે જુથ આમને સામને આવી ગયા છે.અનેક સોસાયટીઓમાં જે-તે હોદ્દેદારો પોતાને સોસાયટીના સર્વસ્વ માનતા હોવાને કારણે રિડેવલપમેન્ટમાં અવરોધ બની રહ્યા છે. આ સિવાય અનેક હાઉસીંગ સોસાયટીઓમાં વધારાના બાંધકામ અને ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ વાળા અસંમત સભ્યો પણ વિરોધી જુથના ખોળામાં બેસી જતા સોસાયટીમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા ખોરંભાય છે.આવા અનેક પ્રશ્નો અને સમસ્યાને કારણે રિડેવલપમેન્ટની સમગ્ર પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે.આમ સોસાયટીઓમાં બે ભાગલા થવાથી આખરે હાઉસીંગના નિર્દોષ રહીશોને વેઠવાનું આવે છે, જર્જરીત બાંધકામ હેઠળ ભયના ઓથાર જીવવા મજબૂર થવું પડે છે.

(નોંધ : જે હાઉસીંગ વસાહતો જર્જરીત છે અને લોકો જીવન જોખમે જીવી રહ્યા છે એવા લોકોએ તાત્કાલિક રીપેરીંગ કરાવી દેવું જોઈએ અથવા તો રિડેવલમેન્ટની પ્રક્રિયામાં જોડાઈ જવું જોઈએ, જાન હૈ તો જહાન હૈ…)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles