અમદાવાદ : ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે છતાં પણ વાહન ચાલકો દ્વારા નિયમોનું પાલન કરવામાં આવતું નથી. રોંગ સાઈડમાં જતા વાહન ચાલકોને રોકવા માટે AMCના ટ્રાફિક ઇજનેર વિભાગ દ્વારા પાયલોટ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો હતો. જેમાં ચાણક્યપુરી બ્રિજ પાસેના સર્વિસ રોડ ઉપર ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા.AMCએ ગત ઓગસ્ટ મહિનામાં લગાવેલ કિલર બમ્પ ગાયબ થઈ ગયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના ચાણક્યપુરીના બ્રીજના પાસે AMCના ટ્રાફિક ઇજનેર વિભાગ દ્વારા ગત ઓગસ્ટ મહિનામાં કિલર બમ્પ લગાવ્યા હતા. આ કિલર બમ્પ અત્યારે ગાયબ થઈ ગયા છે. ટ્રાફિક નિયંત્રણ કરવા અને રોંગ સાઈડ આવતા વાહનોને રોકવા માટે કિલર બમ્પ નાખવામાં આવ્યા હતા.AMCએ મોટા ઉપાડે મુકેલા કિલર બમ્પનુ ક્યાંય નામોનિશાન જોવા મળતુ નથી.આ બ્રેકર જ્યારે લગાવાયા ત્યારે એક દિવસમાં હજારો વાહનો આ ટાયર કિલર બમ્પ ઉપરથી પસાર થયા હતા. જેના પગલે આજે કેટલીક જગ્યાએ બમ્પને નુકસાન થયું હતું. AMC ટ્રાફિક ઇજનેર વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ બમ્પને રીપેરીંગ કરવામાં આવ્યા હતા.
અમદાવાદમાં બેફામ ઝડપે ગાડી હંકારતા નબીરાઓ અને નાગરિકોને પાઠ ભણાવવા AMCએ મોટા ઉપાડે ટાયર કિલર બમ્પ નાંખ્યા હતા. કિલર બમ્પ રોંગ સાઇડમાં આવતા વાહનોના ટાયર પણ ફાડી નાંખશે તેવો દાવો કરવામાં આવ્યો હતો.પરંતુ હવે સબક શીખવાડવા માટે લગાવાયેલા કિલર સ્પીડ બ્રેકરનું જ ગાયબ થઈ ગયા છે. બમ્પ મૂક્યાના થોડા સમયમાં જ વાહનચાલકોએ બમ્પની ચકાસણી કરી હતી. જેમા જાણવા મળ્યું કે કોઈ ટાયર ફાટતા નથી. તેથી તેઓ બિન્દાસ્ત ગાડી લઈને તેના ઉપરથી રોંગ સાઈડ જવા લાગ્યા હતા.મતલબ કે આ બ્રેકર જ્યારે લગાવાયા ત્યારે જ કોઇ કામના નહોતા ?