અમદાવાદ : અમદાવાદના વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર યુવાનો આગળ વધે અને પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરે તેના માટે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી છે જ્યાં યુવાનો તેમના નવા વિચાર અને નવી પેઢી કઈ રીતે આગળ વધે તેમના માટે એક પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. YMCA ક્લબ ખાતે આ સ્ટાર્ટ અપ ફેસ્ટિવલને CM ભુપેન્દ્ર પટેલના હસ્તે આ ફેસ્ટીવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વેજલપુર ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા આ નવો પ્રયોગ કરવામાં આવ્યો છે.
વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા યુવાનોને આગળ વધારવા માટે વિધાનસભા સ્તર પર આયોજિત થતો હોય તેવા પ્રથમ કાર્યક્રમ ‘વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ YMCA ખાતે યોજાઈ રહ્યો છે, જેમાં CM ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી અને કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં સ્ટાર્ટઅપ અને તેને લગતા વિષયો પર ચર્ચા કરાશે. માહિતી મુજબ, આ કાર્યક્રમ દરમિયાન સફળ સ્ટાર્ટઅપનું સન્માન કરાશે અને નવા ઊભરતા સ્ટાર્ટઅપને માર્ગદર્શન આપવામાં આવશે.
દેશના પ્રથમ વિધાનસભા કક્ષાએ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ અમદાવાદના વેજલપુરમાં યોજાવવા જઈ રહ્યો છે. ત્યારે ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યું હતું કે,આઝાદીના 75 વર્ષના ગાળામાં કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને ઈન્ફર્મેશન ટેક્નોલૉજીનો સમયાંતરે સમયગાળો રહ્યો. આવનારા 25 વર્ષ એ સ્ટાર્ટઅપના 25 વર્ષ હશે. જેમાં દેશના PM મોદીના આહ્વાન પ્રમાણે ભારતનો યુવાન “જોબ સિકાર નહીં પરંતુ જોબ ગીવર” બનશે.
ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, 10 વર્ષમાં સ્ટાર્ટ અપ સેક્ટરનું વિસ્તરણ થયું છે. સ્ટાર્ટઅપ્સથી 21,000 નોકરીઓ પેદા થઈ છે. જ્યારે 2003માં વાઈબ્રન્ટ ગુજરાતની શરૂઆત થઈ ત્યારે ભારત વૈશ્વિક રોકાણની રેસમાં પણ નહોતું. 20 વર્ષ પછી, વિશ્વ આખી દુનિયામાં ગુજરાત સાથે જોડાયેલ છે.