અમદાવાદ : અમદાવાદમાં નેહરૂનગર નજીક મોડી રાત્રે અકસ્માત સર્જાતા લોકોમાં દોડાદોડ થઈ જવા પામી હતી. કાર ચાલક દ્વારા બેફામ રીતે કાર ચલાવી BRTSની રેલીંગ તોડી અંદર ઘુસી ગઈ હતી. એક વ્યક્તિનાં પગમાં રેલીગનો સળીયો ઘુસી જતા તાત્કાલિક ફાયર બ્રિગ્રેડની ટીમને જાણ કરતા ફાયર બ્રિગ્રેડની ટીમ ઘટના સ્થળે પહોંચી કારમાંથી યુવકને બહાર કાઢ્યો હતો. તેમજ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શનિવાર રાતે 10 વાગ્યાની આસપાસ કાર ન Gj-18 -Bj-2082 નો ચાલક નહેરુનગરથી શિવરંજની તરફ જતા હતા તે વખતે ઉમિયા વિજય સોસાયટી આગળથી પસાર થતા હતાં વખતે કોઈ કારણસર કારનો કાબુ ગુમાવી દેતા BRTS રેલિંગ તોડી દેતા કારમાં આગળ બેઠેલ વ્યક્તિને રેલિંગનો સળીયો પગમાં સાથળના ભાગે ઘુસી જતા ઇજા થઇ હતી અને કાર લોક થઈ જતા ફાયર બ્રિગેડના માણસો મારફતે બહાર કાઢી ઇજા પામનાર વ્યક્તિને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો.
કાર ચાલકની બાજુમાં બેઠેલ યુવકનાં પગના સાથળના ભાગે રેલીંગનો સળીયો પગમાં સાથળના ભાગે ઘુસી ગયો હતો. અકસ્માત સર્જાયા બાદ કાર લોક થઈ જતા ફાયર બ્રિગ્રેડના માણસોએ તેને બહાર કાઢી તાત્કાલિક તેને સારવાર અર્થે 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બાબતે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.