અમદાવાદ : PM નરેન્દ્ર મોદી ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 22 ફેબ્રુઆરીએ મહેસાણા પાસે વાળીનાથ-તરભ શિવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે. ત્યાર બાદ તેઓ 24 અને 25 ફેબ્રુઆરીના રોજ ફરી ગુજરાતની મુલાકાતે આવશે. 24 અને 25 ફેબ્રુઆરીના રોજ તેઓ દ્વારકા અને રાજકોટમાં વિકાસકાર્યોના લોકાર્પણ કરશે. આ સમય દરમિયાન PM મોદી દ્વારકાધીશના દર્શન માટે જઈ શકે છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ PM નરેન્દ્ર મોદી આગામી 22 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન, અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમુલ ફેડેરેશનના ગોલ્ડન જ્યુબિલિ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાર બાદ PM મોદી મહેસાણા જિલ્લાના તરભમાં આવેલા વાળીનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે. મહેસાણા ખાતે તેઓ વિવિધ વિભાગો હેઠળ 13,000 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવા જઇ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમ દરમિયાન મહેસાણા ખાતે ઉપસ્થિત રહેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ
22મી ફેબ્રુઆરી 2024 ગુરુવારના કાર્યક્રમ
8:50 દિલ્લીથી નીકળી 10:20 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન
10:40 કલાકે PM નરેન્દ્ર મોદી સ્ટેડીયમ પહોચશે
10:45 થી 11:45 GCMMF આયોજિત સહકાર સંમેલનમાં હાજરી આપશે
અમદાવાદના નમો સ્ટેડિયમમાં અમૂલ ફેડરેશનનો કાર્યક્રમ
12 કલાકે હેલીકોપ્ટરથી મહેસાણા જવા રવાના થશે
12:35 કલાકે મહેસાણા પહોચશે
12: 45થી 12: 55 દરમિયાન તરભ મંદિરમાં કરશે દર્શન
1 કલાકે તરભ ખાતે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે
2:45 કલાકે અમદાવાદ એરપોર્ટ આવશે અને હેલિકોપ્ટર બદલી સુરત રવાના થશે
4:15 કલાકે નવસારી ખાતેનાં મિત્ર પાર્કમાં કાર્યક્રમમાં પહોચશે
4:15 થી 5: 15 જાહેર કાર્યક્રમ અને સભાને સંબોધશે
6 કલાકે કાકરાપાર પહોચશે
6:15થી 6:45 દરમિયાન કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટની મુલાકાત
7:35 સુધી સુરત એરપોર્ટ પહોચશે અને વારાણસી જવા રવાના થશે
24મી ફેબ્રુઆરી 2024 શનિવારના રોજ PM ફરી ગુજરાત આવશે
રાત્રે 9:10 કલાકે જામનગર આગમન અને રાત્રિરોકાણ
25મી ફેબ્રુઆરી 2024, રવિવાર
સવારે 7:35 કલાકે બેટ દ્વારકા આગમન
7:45 થી 8:15 દરમિયાન બેટ દ્વારકા મંદિર દર્શન
8:25 થી 8:45 સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે
બાદમાં દ્વારકા રવાના
9:30 કલાકે દ્વારકાધીશ મંદિર દર્શન કરશે
12:55 કલાકે જાહેર સભા , ખાતમુહૂર્ત અને લોકાર્પણ
2:15 કલાકે રવાના થઈ 3:20 કલાકે રાજકોટ AIIMS હેલિપેડ આગમન
3:30થી 3:45 રાજકોટ AIIMSની મુલાકાત લેશે
4:45 કલાકે રેસકોર્ષ મેદાનમાં જાહેર સભા , ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યો
કાર્યક્રમ પતાવીને રાત્રે 8 કલાકે રાજકોટ એરપોર્ટથી દિલ્લી રવાના