અમદાવાદ : નવા વર્ષમાં પ્રજા પર મોંઘવારીનો સતત માર પડી રહ્યો છે. અદાણીએ નવા વર્ષમાં CNG ગેસના ભાવમાં સખત વધારો ઝીંક્યો છે. અમદાવાદમાં CNG ના ભાવમાં ફરી એકવાર 1 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. ડિસેમ્બરમાં કરાયેલા ભાવ વધારા બાદ અઢી મહિનામાં જ ફરી વધારો કરાયો છે. આ નવો ભાવ વધારો આજથી લાગુ પડશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અદાણી ગેસ દ્વારા CNGના ભાવમાં ઘટાડો કરાયા બાદ ફરી એકવાર ભાવ વધારો ઝીંકી દેવાયો છે. આજથી 21 ફેબ્રુઆરીના રોજ ફરી વાર ભાવ વધારો કરાયો છે. આ વખતે CNGના ભાવમાં રૂ.1નો વધારો કરી દેવાતા શહેરમાં CNGનો ભાવ રૂ. 78.59 થઈ ગયા છે. આ ભાવ વધારાના લીધે રિક્ષા ચાલકોના બજેટ પર અસર થશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. નોંધનીય છે કે, CNGના ભાવમાં થઈ રહેતા સતત વધારાના પગલે રિક્ષા ચાલકોની હાલત કફોડી બની છે. પેટ્રોલ, ડીઝલ અને CNGને જીએસટી હેઠળ સમાવાય તેવી માગ ઊઠી છે.
ગુજરાતમાં CNG ના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગ્રાહકોને મોંઘવારીનો માર પડવાનું શરૂ થઇ ગયું હતું. પેટ્રોલ તેમજ ડીઝલ પર હવે મોંઘવારીનો માર પડવાનું શરૂ થઈ ગયું છે. તે પહેલા જ CNG ના ભાવ વધવાની શરૂઆત થઈ ગઈ છે. આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તેજી જોવા મળી શકે છે. ગુજરાતમાં આજથી અદાણીએ CNG માં નવો ભાવવધારો લાગુ કર્યો છે.
ક્યારે ક્યારે વધ્યો ભાવ
1 જુલાઈ, 2023 – 15 પૈસાનો વધારો
6 જુલાઈ, 2023 – 30 પૈસાનો વધારો
16 જુલાઈ, 2023 – 15 પૈસાનો વધારો
1 ઓગસ્ટ, 2023 – 15 પૈસાનો વધારો
2 ઓક્ટોબર, 2023 – 15 પૈસાનો વધારો
21 ફેબ્રુઆરી, 2024 – 1 રૂપિયાનો વધારો