અમદાવાદ : આજે મહાસુદ તેરસ એટલે કે ભગવાન વિશ્વકર્મા દાદાનો પ્રાગટ્ય દિન. શ્રમ સાથે જોડાયેલા તમામ લોકોના ભગવાનનો આજે જન્મદિવસ. અમદાવાદમાં આજે વિવિધ વિસ્તારોમાં વિશ્વકર્મા જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદમાં શ્રી વિશ્વકર્મા મંદિર ચાંદલોડિયા દ્વારા આયોજિત ભગવાન શ્રી વિશ્વકર્મા જન્મ જયંતી મહોત્સવ નિમિત્તે મહાયજ્ઞ, બ્લડ ડોનેશન કેમ્પ તથા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી વિશ્વકર્મા મંદિર ચાંદલોડિયા દ્વારા આયોજિત ભગવાન શ્રી વિશ્વકર્મા જન્મ જયંતી મહોત્સવ નિમિત્તે સવારે મંગળા આરતી,મહાયજ્ઞ, બ્લડ ડોનેશન કેમ્પ તથા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સાબરમતીના ધારાસભ્ય ડો.હર્ષદભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં સમાજના મોટી સંખ્યામાં આગેવાનો સહીત બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી સમાજનું પ્રત્યેનું ઋણ અદા કર્યું હતું.