અમદાવાદ : અમદાવાદમાં આશ્રમ રોડ ખાતે સાહિત્ય પરિષદ ખાતે ‘સંસ્કારનું સાતત્ય વિષય પર પરી સંવાદ અને મોંઘીદાટ ટયુશન પદ્ધતિથી છુટકારો મેળવવા ધોરણ 1 થી 12 ગુજરાતી અંગ્રેજી માધ્યમની ફી એપ લોન્ચિંગ, લગ્ન બંધન પ્રીમિયમ ફ્રી એપ લોન્ચિંગ અને બ્રહ્મ પરિવાર માટે મફત કિડની ડાયાલિસિસની સુવિધા અંગે વિસ્તૃત માહિતી આપવાનો કાર્યક્રમ યોજાઈ ગયો.
કાર્યક્રમની વિગતે વાત કરીએ તો કાર્યક્રમની શરૂઆત વ્યાસ ધ્વનિ નામની નાની દીકરીના દ્વારા ગણેશ વંદના ગીત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિશ્વમાં વસતા તમામ બ્રાહ્મણોને એક કરવા, શિક્ષણને પ્રોત્સાહન આપવું, સશક્તિકરણ, યોગ્ય જીવનસાથી મળે તેવી વ્યવસ્થા કરવી, આર્થિક રીતે સદ્ધર ન હોય તેવા બ્રાહ્મણોને મદદરૂપ થવું, આરોગ્ય સુવિધા પૂરી પાડવી, કર્મકાંડી બ્રાહ્મણને યોગ્ય વળતર આપવું, આત્મનિર્ભરોને પ્રોત્સાહન અને સમાન તકો આપવા જેવા ઓર્ગેનાઈઝેશનના મુખ્ય નવ મુદ્દાની ચર્ચા કરાઈ હતી.
વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન હેમાંગ રાવલે પ્રેમ લગ્નના કિસ્સામાં માતા-પિતાની સંમતિ હોવી જોઈએ તેવો કાયદો સરકાર દ્વારા ઘડાશે તો બ્રહ્મસમાજ સમર્થન આપશે તેવું જણાવતા ઓર્ગેનાઈઝેશનના ચેરમેન હેમાંગ રાવલે ગુજરાતમાં બ્રાહ્મણોની 70 લાખ વસતિને ધ્યાનમાં રાખીને દરેક રાજકીય પક્ષો ચૂંટણીમાં બ્રહ્મસમાજને ટિકિટમાં પ્રાધાન્યતા આપે તેવી અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી અલગ અલગ તાલુકા જિલ્લાના બ્રહ્મ સમાજના NGO ચલાવનાર બ્રહ્મ ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મહેમાન તરીકે નિવૃત્ત જજ રવિકુમાર ત્રિપાઠી, GTPL ચેનલ હેડ દેવાંગ ભટ્ટ, બ્રહ્મઅગ્રણી જગત શુક્લ, વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશનના ચેરમેન હેમાંગ રાવલ, પારૂલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પવન દ્વિવેદી, નિલેશભાઈ જોષી, ઉમેશભાઈ જોષી, ડોલીબેન દવે, નિકોલમાં કિડની ડાયાલિસિસની નિ:શુલ્ક સેવા આપતા ડૉ. રાજેન્દ્ર વ્યાસ તેમજ અન્ય ક્ષેત્રોમાં સેવા આપનારા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન (WBO) માં અમદાવાદ જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્તિ કરવા બદલ પ્રેમલ ત્રિવેદીએ વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન (WBO) ના નિલેશ જોશી અને હેમાંગ રાવલ સહીત તમામ અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન દ્વારા નિમણૂક કરેલ પદાધિકારીઓની યાદી
(1) નેશનલ પ્રમુખ – નિલેશભાઈ જોશી
(2) નેશનલ જનરલ સેક્રેટરી- ઉમેશ જોશી
(3) પી.આર.ઓ – નીરવભાઈ વ્યાસ
(4) ગુજરાત રાજ્યના મહિલા પ્રમુખ ડોક્ટર – ડોલીબેન દવે
(5) ગુજરાત રાજ્ય ઉપાધ્યક્ષ-નિહાંગભાઈ
(6) ગુજરાત રાજ્ય મહામંત્રી – સ્વાતિબેન જોશી
(7) ગુજરાત રાજ્ય સેક્રેટરી – કલ્પેશ જોશી
(8) ગુજરાત રાજ્ય લીગલ સેલ પ્રમુખ -અતુલ ઉપાધ્યાય
(9) ગુજરાત રાજ્ય મીડિયા ઈન્ચાર્જ – ગૌરાંગ રાવલ
(10) સૌરાષ્ટ્ર ઝોન – સ્મિતાબેન રાવલ
(11) સૌરાષ્ટ્ર ઝોન જવાબદારી – માલતીબેન
(12) મધ્ય ઝોન ઉપપ્રમુખ – ભાવિન ભટ્ટ
(13) વડોદરા જિલ્લાની જવાબદારી – બળવંતભાઈ ઉપાધ્યાય
(14) અમદાવાદ જિલ્લાની જવાબદારી – પ્રેમલભાઈ ત્રિવેદી
(15) રાજકોટ જિલ્લા મહિલા પ્રમુખ – જાગૃતીબેન જોશી
(16) વડોદરા શહેરની જવાબદારી ડોક્ટર – રિદ્ધિબેન ત્રિવેદી
(17) રાજકોટ શહેરની જવાબદારી – સ્મિતાબેન જોશી
(18) ન્યુ વડોદરા શહેર મહામંત્રી – સેજલબેન ઉપાધ્યાય
(19) વડોદરા યુવા પ્રમુખ – ચિરાગભાઈ પાંડે
(20) ભાવનગર મહિલા ઉપપ્રમુખ – આશાબેન ભટ્ટ
(21) લખતર તાલુકાના પ્રમુખ – વિજય જોશી
(22) બરોડા સિટીના યુવા મહામંત્રી – અંકિત પંડયા
(23) ધંધુકાની જવાબદારી – સત્યજીત રાવલ
(24) ગુજરાત કારોબારી જવાબદારી – દક્ષેશ પંડયા
(25) ગાંધીનગરની જવાબદારી – તેજસ મહેતા